Main Menu

ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાયા બાદ પરેશ ધાનાણીએ આમ કહીંયુ

બુધવારે ગૃહનો અંતમ દિવસ છે ત્યારે ગૃહના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને પાછી ખેંચવામાં આવી છે. તે પછી પરેશ ધાનાણીએ દરખાસ્ત પરત ખેંચી હોવાનું જણાવી તે વિશે એક નિવેદન આપ્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અધ્યક્ષનું પદ ગૃહમાં ગૌરવવંતુ છે. અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા નથી થઈ. ગૃહનાં ઈતિહાસમા અત્યાર સુધી આવી ચર્ચા નથી થઈ. અમે દરખાસ્તને પરત ખેંચી છે. આવો બનાવ ફરી ન બને તે માટે ચિંતન કરીશું.

પરેશ ધાનાણીએ વધુંમાં જણાવ્યું હતું કે વારસામાં મળેલી લોકશાહીનું જતન કરીએ. CMની અપીલને અમે સકારાત્મક લીધી. અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત સર્વાનુમતે પાછી ખેંચવામાં આવી.

પરેશ ધાનાણીએ ગૃહમાં વિનંતી કરી હતી. જેને લઈને શૈલેષ પરમારે પ્રસ્તાવ દરખાસ્ત પરત ખેંચી હતી. નીતિન પટેલે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને કમનસીબ ગણાવી હતી. જગદીશ પંચાલે ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે તે પછી હાઈકોર્ટમાં ધારાસભ્યોના સસપેન્શનને મામલે દાદ માંગતી કરેલી અરજી પરત ખેંચી લીધી હતી.

કોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસપેન્શન ટૂંકાવાયું છે. તેમનું સસપેન્શન આ સત્ર પુરતું રહેશે. ઉલ્લેખનિય છે કે અમરિશ ડેર અને પ્રતાપ દૂધાત તેમજ બળદેવ ઠાકોરને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં બે ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રતાપ દૂધાતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે હું ખુશી વ્યક્ત કરુ છું. ગૃહમાં ક્ષણિક બનેલી ઘટનાથી દુ:ખ થયું હતું. અમારા હક્ક પર તરાપ ગેરબંધારણીય હતી. ગૃહમાં બનેલી ઘટના વ્યાજબી નહોતી. એક્શનનું એ રિએક્સન હતું. ગૃહમાં ફરી આવું નહિં થાય તેવી આશા રાખીએ.