Main Menu

મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘શ્રી મંગલમ્ વિદ્યામંદિર’-ઠવી સંસ્થામાં સાતમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત

‘શ્રી મંગલમ્ વિદ્યામંદિર’-ઠવી સંસ્થામાં

સાતમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વંદનીય સંતો શ્રી ધનસુખનાથ બાપુ, જસુબાપુ, હંસાબેન તેમજ આ કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રી માયાભાઈ આહીર, અતિથિગણ તરીકે મુખ્ય આરોગ્ય અધિકારી જયેશભાઇ, સ્નેહલભાઈ જોષી (પ્રબુદ્ધ વક્તા),  હરસુરભાઈ કસોટીયા (પ્રમુખ – માલધારી સેલ અમરેલી), ડો. અંકિત સર (સા.કુંડલા), ડો. કાવઠીયા (સા.કુંડલા), મધુભાઈ સવાણી (અમેરિકા), લીલીયા તાલુકાના માલધારી સેલનાં પ્રમુખ બેચરભાઈ, પી. પી. એસ. હાઇસ્કૂલના ગુરુજનો તેમજ મોટી સંખ્યામાં પધારેલ વાલીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે માયાભાઈ તેમજ સ્નેહલ ભાઇનાં સુંદર વક્તવ્યે રમઝટ બોલાવી હતી. બાળકોને પ્રોત્સાહન અર્થે મધુભાઈએ ₹ ૫૦૦૦ તેમજ અન્ય સભાજનોએ પણ પ્રોત્સાહિત રકમ ફાળવી હતી. આ ઉપરાંત નવી બિલ્ડીંગના મુહૂર્ત નિમિત્તે મધુભાઈ સવાણીએ ₹ ૫૧૦૦૦ તેમજ માયાભાઈએ ₹ ૨૧૦૦૦ની રકમ ફાળવી હતી. સમગ્ર સંસ્થા વતી શાળાનાં સંચાલકશ્રી ભાવેશભાઈ ભુવા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે. આ યાદી સંચાલકશ્રી તરફથી મળેલ છે.« (Previous News)error: Content is protected !!