Main Menu

સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ જમાત બાબરા દ્વારા સમુહ શાદી સંપન્‍ન

બાબરા,
બાબરાનાં તાઇવદર રોડ સ્‍થિત હજરત ભંગડશાવલીનાં ઉર્ષ મુબારકનાં દિવસે આજે સુન્‍ની મુસ્‍લિમ જુમાત દ્વારા સમુહ શાદીનું બેનમુન આયોજન થવા પામ્‍યું હતું. આ અવસરે 14 યુગલો જાનૈયાપક્ષ સહિત 8 હજારની મેદનીની ઉપસ્‍થિતિમાં હજરત ભંગડશાવલીનો ઉર્ષ સાથોસાથ સમાજની જરીયાતમંદ પરિવારની 14 દિકરીનાં લગ્‍નોત્‍સવનું આયોજન થવા પામ્‍યુ હતું. બાબરાના દિલેર દિલનાં દાતા હાજી સતારભાઇ સુલેમાનભાઇ સૈયદ દ્વારા તમામ કન્‍યાઓને લખલૂંટ કરીયાવર એડવાન્‍સમાંદાનમાં આપવામાં આવ્‍યો હતો આ તકે ઉપસ્‍થિત રહેલા બાબરા લાઠીના ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમ્‍મર દ્વારા સમુહ લગ્‍નોત્‍સવ થકી સમાજની એક્‍તા અને હિન્‍દુ મુસ્‍લિમ સમાજનો ભાઇચારો વધુમાં વધુ મજબૂત બન્‍યાનો જણાવ્‍યું હતું. સમુહલગ્‍નથી આર્થિક વેડફાટ સહિત સમસ્‍યાનો બચાવ થતો હોવાનું જણાવી ગરીબ ગુરબા પરિવારને મદદની ભાવનાને બિરદાવી કૌમી એખલાસનો નમુનો પૂરો પાડયાનું જણાવેલ. આ તકે સુન્‍ની મુસ્‍લિમ સમાજનાં માજી પ્રમુખ મુસાભાઇ મામતભાઇ, પ્રમુખ યુનુસભાઇ ગોગદા, ઉપપ્રમુખ રહિમભાઇ અજમેરી દ્વારા ધારાસભ્‍યશ્રીનું સન્‍માન કરવામાં આવેલ. ઉપસ્‍થિત મુસ્‍લિમ સંત સોયબબાપુ કાદરી દ્વારા નિકાહવિધિ સંપન્‍ન કરાવવામાં આવેલ. ગ્રામ્‍ય આગેવાનો મુસાભાઇ પરમાર, મનસુખભાઇ પલસાણા, હરેશભાઇ શિયાણી, રમજાનભાઇ જીવાણી, જાહાભાઇ મ્‍લોચ, વનરાજભાઇ વાળા, બાબુભાઇ કારેટીયા સહિત બહોળી સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરો ઉપસ્‍થિત રહયા હતાં.