Main Menu

બાબરાના ગામોમાં પાકવિમામાં અન્‍યાય

બાબરા,
ગુજરાત રાજયની ભાજપ સરકાર દ્વારા બાબરા, દરેડ, ખાનપર, પાનસડા તાલુકાનાં ત્રણ ગામોમાં પાકવિમો આપવા ભારોભાર અન્‍યાય કરવા પામ્‍યાના આક્ષેપ સાથે વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો દ્વારા 96 લાઠી, બાબરાનાં કોંગ્રેસી ધારાસભ્‍ય શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મરનીઆગેવાનીમાં આવેદનપત્ર બાબરા મામલતદારને આપી ન્‍યાય અપાવવા માંગ ઉઠાવી હતી. આ તકે ઉપસ્‍થિત ધારાસભ્‍ય શ્રી ઠુંમ્‍મર દ્વારા ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ કરવાના બદલે અપોષણક્ષમ બજારભાવ જીજીઆરસી યોજનામાં છબરડા જંગલી રોઝ ભૂંડના ત્રાસ ઉપરાંત અપુરતો પાક વિમો આપતા ખેડૂતનું જીવન દુષ્‍કર બનવા પામ્‍યું છે ગુજરાત મોડલની વાતો કરતી સરકારમાં ખેડૂત આપઘાત કરી રહયો હોવાનું જણાવ્‍યું હતું આવેદનપત્રમાં પિયત બીનપિયતનાં અલગ વિભાગ પાડવા તથા સત્‍વરે પુરતો વિમો ચૂકવી આપવા ખેડૂત સમાજ અમરેલીના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવેલું આ તકે નિલેશ પાટીદાર, પ્રભાતભાઇ કોઠીવાળ, બીપીનભાઇ વસાણી, ગોવિંદભાઇ ખોખરીયા સહિતનાં આગેવાનો ખેડૂતો ઉપસ્‍થિત રહેવા પામેલ હતાં.(Next News) »