Main Menu

પતંગોને કારણે વર્ષે 80 હજાર પક્ષીઓનાં મોત : શ્રી તળાવીયા

અમરેલી વનચેતના ખાતે પ્રકૃતિ રિસર્ચ શિબિરમાં માર્ગદર્શનગુજરાતમાં દસ વર્ષમાં બે લાખ વડલા નાશ પામ્‍યા, પશુ-પક્ષીને આશ્રય નથી : 10 વર્ષમાં વન સંપદા 50 ટકા હતી તે ઘટીને હાલ માત્રને માત્ર ત્રણ ટકા જ બચી છેહાલ દેશી પક્ષીનાં માળાઓ ચાલુ છે અને માળાનું ટાણુ છે તેનાં બચ્‍ચા અને ઇંડા માળામાં હોય જેનું પતંગથી મોત થાય છે : દેશી કુળનાં વૃક્ષો સાવ નાશ પામ્‍યા

અમરેલી,
અમરેલીમાં વનચેતના કેન્‍દ્ર ખાતે દિપક હાઇસ્‍કૂલ, રૂપાયતન શાળા, ફોરવર્ડ સ્‍કૂલનાં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ રિચર્સ શિબિરનું આયોજન વનવિભાગ દ્વારા કરવામાં આવ્‍યું હતુ. આ શિબિરમાં દરરોજ તર્જજ્ઞો દ્વારા અવનવુ માર્ગદર્શન આપવામાં આવે છે. તે મુજબ શિબિરમાં આજે ફોરવર્ડ સ્‍કૂલનાં શ્રી કેતનભાઇ જોષીએ પોતાના પ્રવચનમાન જણાવ્‍યું હતુ કે, પતંગને કારણી પશુ-પક્ષીઓનો સોથ બોલી જાય છે પણ તે અબોલ છે પણ જો તેને વાચા મળે તો કેટલીય ફરિયાદો ઉઠે પરંતુ તેનો આપણે લાભ લઇએ છીએ. પ્રકૃતિને બચાવવા વાડીએ ફળિયામાં વૃક્ષ વાવી પાણીનાં કુંડા મુકી પક્ષીઓની વેદનાને સમજવા પ્રયત્‍ન કરવો જોઇએ. પક્ષીઓમાં સંવેદના નથી તેમ જણાવી પ્રકૃતિ અંગે વિગતે વાતો કરી હતી. શ્રીજિતુભાઇ તળાવીયાએ જણાવ્‍યું હતુ કે,
દર વર્ષે પતંગોને કારણે એકલા ગુજરાતમાં 70 થી 80 હજાર પક્ષી મોત પામે છે. 14 જાન્‍યુઆરીએ મકરસંક્નાંતિની ઉજવણી કરી લોકો પક્ષીઓનો સોથ બોલાવે છે. કારણ કે, દેશી પક્ષીના માળાનું હાલ ટાણુ છે. તેના માળામાં ઇંડા હોય બચ્‍ચા પણ હોય તેને આ ચાઇનીઝ દોરીની અસર થાય છે અને ટપોટપ મરી જાય છે. આપણે પ્રકૃતિનાં ભોગે વિકાસ મેળવ્‍યો છે પણ ભવિષ્‍યમાં અનેક જાતિઓ નામશેષ થઇ જશે. જેમ ગુજરાતમાં દસ વર્ષમાં બે લાખ વડલા નાશ પામ્‍યા છે. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વન્‍ય સંપદા પચાસ ટકા હતી હાલ માત્ર 3 ટકા બચીછે. સરકારે ગંભીરતા દાખવવાની જરૂર છે. ગૌચર પડતર જમીન રેલીયાણ પટ માત્ર ત્રણ ટકા રહ્યો છે. ગુજરાત હોય કે અન્‍ય રાજયો હાઇકોર્ટ પ્રતિબંધ ફરમાવે છે.
જયારે ગુજરાતની સરકાર પતંગોત્‍સવને ઉત્‍તેજન આપે છે આ કયાંનો ન્‍યાય ? ભવિષ્‍યમાં ગ્‍લોબલ વોર્મિંગ સહિત અનેક પ્રશ્‍નો ગંભીર સ્‍વરૂપ ધારણ કરી રહ્યા છે. 750 ગામોમાં મોર હતા હાલ માત્ર 400 ગામોમાં જ જોવા મળે છે. છેલ્લા બે વર્ષમાં 60થી 70 ટકા વૃક્ષો નાશ પામ્‍યા છે તેમ જણાવી પ્રકૃતિ બચાવવા શ્રી જિતુભાઇએ અનુરોધ કર્યો હતો.
અમરેલી રૂપાયતન સ્‍કૂલનાં સલીમભાઇ કુરેશીએ જણાવ્‍યું હતુ કે, પ્રકૃતિનાં ચારસંતાનો છે. તેમા એક દિકરો પક્ષી છે. જે ગગન વિહાર કરેછે તેનાથી નાનો દિકરો મનુષ્‍ય છે. તેનાથી ચોથો દિકરો ચૌપગુ પ્રાણી છે. આવી રીતે ચારેય અલગ અલગ કાર્યરત છે પણ હાલ એવી સ્‍થિતિ છે કે, અમુક પક્ષીઓ જોવા જ મળતા નથી અને વૃક્ષોનો પણ નાશ થતો જાય છે. ભવિષ્‍ય માટે વૃક્ષો બચાવવા પાણી બચાવવા દાખલા દલિલો સાથે માર્ગદર્શન આપ્‍યું હતુ.
રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી વિઠ્ઠલાણીએ સંબોધનમાં જણાવ્‍યું કે, દરેક વિદ્યાર્થી એક વૃક્ષ વાવે અને તેનુ જતન કરે પાણી પણ વેડફે નહિ, તેમ જણાવી પ્રકૃતિ બચાવવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્નમ સફળ બનાવવા કેતનભાઇ જોષી, કિશોરભાઇ રૈયાણી અને વનવિભાગ સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.« (Previous News)