Main Menu

બાબરામાં શ્રી વિરજીભાઇ ઠુમ્‍મરના પુતળાને બચાવી લેતી કોંગ્રેસ

અમરેલી જિલ્લાના લાઠીના ધારાસભ્‍યશ્રી વિરજીભાઇ ઠુમ્‍મર સામે ભાજપના શ્રી જીતુભાઇ વાઘાણીના માતુશ્રી વિશે અશોભનીય ઉચ્‍ચારણ કરાતા વિરોધનો વંટોળ જાગ્‍યો છે ત્‍યારે આજે બાબરામાં ભાજપ દ્વારા શ્રી ઠુમ્‍મરનું પુતળુ બાળવાના કાર્યક્નમમાં ભારે દોડધામ મચી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છેકે,સુરેન્‍દ્રનગર જિલ્લાના માલવણ ગામ ખાતે પાટીદાર મહા પંચાયત માં ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમર દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ના માતૃશ્રી વિશે અશોભનીય શબ્‍દો ઉચારતા સમગ્ર રાન્નયમાં ઘેરા પડઘા પડ્‍યા હતા અને પ્રદેશ ભાજપ દ્વારા ભારે દેખાવો અને પ્રદશન કરી વીરજીભાઈ ઠુંમર ના રાજીનામાં ની માંગ સાથે જાહેરમાં માફી માંગવા ની માંગ કરવામાં આવી રહી છે.
ત્‍યારે બાબરામાં નાગરીક બેન્‍ક ચોકમાં તાલુકા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાની આગેવાની હેઠળ ભુપેન્‍દ્રભાઈ બસિયા,જીવનભાઈ પીઢડિયા, રાજુભાઇ વિરોજા, દિલીપભાઈ મહેતા,જીવરાજભાઈ લાહર, દિપક કાવઠીયા હીમતભાઇ દેત્રોજા મનોજભાઈ જસાણી સહિત ના આગેવાનો અને કાર્યકરો દવરા ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમરના પૂતળા દહનનો કાર્યઠ્ઠમ યોજવામાં આવ્‍યો હતો જોકે પોલીસની ઉપસ્‍થિતીમાં પૂતળા ને પાછળથી ભાજપમાં આગેવાન દ્વારા લાવવામાં આવતા અગાવથી રાહ જોયને બેઠેલા કોંગ્રેસના આગેવાનોએ પૂતળું આચકી ભાગતા ભારે નાસભાગ મચી હતી થોડી વાર માટે કોંગ્રેસ અને ભાજપ ના આગેવાનો આમને સામને આવી ગયા હતા જોકે પૂતળું નહિ રહેતા ભાજપ ના આગેવાનો એ સુત્રોચાર ના બેનરો સળગાવી સંતોષ માન્‍યો હતો.(Next News) »