Main Menu

નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાય

અમરેલી,
અમરેલીના એસપી જગદીશ પટેલનો બીટકોઇનમાં ભોગ લેવાયા બાદ તે જેલમાં છે અને તેવા સમયે અમરેલીના એસપીની ખાલી પડેલી જગ્‍યા ઉપર આખરે નિમણુ ક કરાઇ છે.અને અમરેલીના નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાયની નિમણુ ક થઇ છે.ગાંધીનગરના ઇન્‍ટેલીજન્‍ટ વિભાગમાં ફરજ બજાવતા 2010ની બેચના આઇપીએસ અધિકારી શ્રી નીર્લીપ્‍ત રાઇને અમરેલીના એસપીની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદના સરખેજ સહિતની જગ્‍યાએ ફરજ બજાવી ચૂકેલા શ્રી નીર્લીપ્‍ત રાયની અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે નિમણુ ક કરતો હુકમ ગૃહવિભાગ દ્વારા કરાયો હતો.હાલમાં ગૃહવિભાગની સીધી દેખરેખ હેઠળ ભાવનગરના રેન્‍જ આઇજી શ્રી અમીતકુમાર વિશ્‍વકર્મા દ્વારા અમરેલી જિલ્લાનું મોનીટરીંગ કરાતુ હતુ અને ઇન્‍ચાર્જ એસપીશ્રી બીએમ દેસાઇને જિલ્લાનો હવાલો« (Previous News)