Main Menu

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ

ચલાલા,

ચલાલામાં-શ્રી યુગ નિર્મણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અનેક સેવાના કાર્યો થતા રહયા છે જેમાંનુ એક નવું કાર્ય એટલે મંગળવારના દિવશે વિઠલદાદાની વાડીએ સત્‍સંગની સાથે કેરી ખવરાવવામાં આવી હતી જેમાં બે ટે્રક્‍ટર ભરી વિધવા બહેનો તથા વૃઘ્‍ધાશ્રમમાં રહેતા વૃઘ્‍ધોને કેરીના પેકેટ તૈયાર કરી આપવામાં આવ્‍યા હતાં. સાથે ટ્રેક્‍ટરની સેવા આપનાર મનસુખભાઇ વાધાણી,હિમતભાઇ સાસકીયા અને કેશુભાઇ દોંગાનું મંત્ર પટ્ટો તથા દેવ સ્‍થાપનાનો ફોડો અર્પણ કરી શ્રી રતિદાદા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતુ .રતિદાદા એ બધા બહેનોને આનંદીત રહેવાનું અને બધાને યાત્રા પ્રવાસમાં લઇ જવા માટેની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્નમને બનાવવા સંસ્‍થાના વડા શ્રી રતિદાદા,મનસુખભાઇ વાધાણી,કેશુભાઇ દોંગા.મેહુલભાઇ તથા મંજુબાએ જહેમત ઉઠાવી હતી.