Main Menu

અમરેલીનાં ટાવરચોકમાં સરાજાહેર કુખ્‍યાત શખ્‍સને છરી હુલાવી દેવાઇ

ગંભીર પ્રકારે ઘવાયેલા ટાલકી નામના શખ્‍સને રાજકોટ દવાખાને ખસેડાયો : હુમલા પાછળ

જૂની અદાવત હોવાની અટકળો : ઘટના સ્‍થળે પોલીસ દોડી : એસપીએ મૂલાકાત લીધી

અમરેલી,
હત્‍યા જેવા ગુનામાં સંડોવાયેલા શખ્‍સ ઉપર રાત્રે હુમલો કરી અમરેલીના ટાવરચોકમાં સરાજાહેર છરી હુલાવી દેવાતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે અને ગંભીર પ્રકારે ઘવાયેલા ઇરફાન ઉર્ફે ટાલકી નામના શખ્‍સને રાજકોટ દવાખાને ખસેડાયો છે
આ હુમલા પાછળ જુની અદાવત કારણભુત હોવાની અટકળો પણ વહેતી થઇ ગઇ હતી અને સમી સાંજે બનેલી ઘટનાને પગલે પગલે પોલીસ બનાવના સ્‍થળે દોડી ગઇ હતી તથા એસપીશ્રી નિર્લીપ્‍ત રાયે સ્‍થળની મુલકાત લઇ તંત્રને જરૂરી સૂચના આપતા ડીવાયએસપીશ્રી મોણપરા તથા શ્રી દેસાઇ અને એલસીબી પીઆઇ શ્રી ચેતન ગોસ્‍વામી સ્‍ટાફના શ્રી ભરતગીરી ગોસ્‍વામી, શ્રી જગદીશ પોપટ, શ્રી જયદીપ ચુડાસમા સહિતના કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી આરંભી હતી.
આ બનાવ અનેક અફવાઓ ફેલાઇ હતી.



« (Previous News)
(Next News) »