Main Menu

રાજુલાના પટેલ ટ્રેડર્સમાં ઇલે.શોક સર્કિટથી આગ

રાજુલા,
રાજુલા મેઇન બજારમાં આવેલ પટેલ ટ્રેડર્સ નામની ટ્રેકટરના સાધનો અને પાર્ટસની દુકાનમાં કોઇ કારણોસર શોકસર્કિટથી આગ લાગતા બજારમાં ધુમાડાના ગોટેગોટા નિકળતા વેપારીઓ અને લોકોના ટોળેટોળા દુકાન બાજુ દોડી આવ્‍યા હતા પરંતુ પાણી ન હોવાથી પાલિકાના પ્રમુખ જેન્‍તીભાઇ જાનીએ પાલિકના પ્રમુખ સંજયભાઇ ધાખડાને જાણ કરતા પાણીનો ટાંકો આવી જતા આગ કાબુમાં આવી હતી. ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસ ભરતભાઇ આહિર, હિતુભાઇએ ટ્રાફિક વ્‍યવસ્‍થા દુર કરી હતી સ્‍થળ ઉપર પાલિકાના પ્રમુખ સંજયભાઇ ધાખડા સહિત દોડી આવ્‍યા હતા દુકાનમાં ટ્રેકટરના સાધનોમાં પટ્ટા બેલ્‍ટ, પંખાઓ, વાયરીંગ, સહિત કિંમતી સ્‍પેરપાર્ટો બળી જતા અંદાજીત 7 થી 8 લાખનો માલસામાન ભસ્‍મીભુત બની ગયો હતો« (Previous News)