Main Menu

અમરેલીની મ્‍લડ બેંકના રિઇન્‍સપેકશનની કાર્યવાહી તાકીદે પુર્ણ કરવા લોકમાંગણી

અમરેલી,
અમરેલી જીલ્‍લાની એકમાત્ર મ્‍લડ બેંક બંધ હોય સરકારશ્રી દ્વારા તાકિદે તેને ચાલુ કરાવી જીલ્‍લાના દર્દીઓને પડતી મુશ્‍કેલીઓ દુર કરવા માનવતાલક્ષી પગલા ભરવા અમરેલી ડાયમેનિક ગૃપના હરેશ બાવીશીએ મુખ્‍યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરેલ છે. જીલ્‍લાની 16 લાખની વસ્‍તી છે. જીલ્‍લામાં દર મહિને 700 કરતા પણ વધાર રકતના યુનિટની જરૂરીયાત રહે છે.
ત્‍યારે સુધી ઈન્‍ડીયન રેડક્નોસ સંચાલિત મ્‍લડ બેંક પુરૂ પાડતી હતી. જીલ્‍લામાં અંદાજે 100 કરતા પણ વધારે દર્દીઓ તથા બાળકો થેલેસેમીયાની બીમારીથી પીડાય છે. જેને નિયમિત લોહીની જરૂરીયાત હોય છે જે અમરેલીની એકમાત્ર મ્‍લડ બેંક પુરૂ પાડતી પરંતુ અમરેલીની મ્‍લડ બેંક બંધ કરવાના સરકારના નિર્ણયથી વર્તમાન સમયે જીલ્‍લાના દર્દીઓ તથા હોસ્‍પિટલ ધરાવતા તબીબોને ડીલીવરી, અકસ્‍માત તથા ઈમરજન્‍સી કિસ્‍સામાં રાજકોટ, ભાવનગર, વડોદરા કે અમદાવાદ સુધી મ્‍લડ મેળવવા પ્રયત્‍નો કરવા પડે છે. રકત દાતાઓમાં રકતદાનની જાગૃતિ આવે તથા જરૂરીયાત મંદને નિયમિત તથા સમયસર રકત મળી જાય તેવા આશયએ 14 જુન થી 21 જુન સુધી વિશ્‍વ રકતદાન દિન તથા પખવાડીયું ઉજવાય છે. પરંતુ 16 જુનથી અમરેલીની મ્‍લડ બેંક બંધ થઇ જતાહાલ સમગ્ર જીલ્‍લો રકત વગર પારાવાર મુશ્‍કેલી અનુભવી રહ્યો છે. અમરેલી જીલ્‍લાની ગરીબ તથા મઘ્‍યમ વર્ગના જરૂરીયાતના સમયમાં લોહી સરળતાથી તથા ઝડપથી મળી રહે તે માટે જીલ્‍લાની સ્‍વૈચ્‍છીક તથા સેવાભાવી સંસ્‍થાઓ રકતદાન શિબીરોનો આયોજન કરી જીલ્‍લાની એકમાત્ર મ્‍લડ બેંકની જરૂરીયાત પુરી કરે છે. પરંતુ સરકારશ્રીના આવા એક પક્ષીય નિર્ણયથી જીલ્‍લાની મ્‍લડ બેંક એક સપ્‍તાહથી રકતદાન શિબીરો યોજે છે. તેવા સમયે માનવતા દાખવી જીલ્‍લાની એકમાત્ર ઈન્‍ડીયન રેડક્નોસ મ્‍લડ બેંક તુરત શરૂ કરવા અને અમરેલી જીલલામાં જાહેર સુખાકારીના સંસાધનોનો આમેય પહેલેથી અભાવ છે. એકમાત્ર જીલ્‍લાના દર્દીનારાયણની સેવા કરતી મ્‍લડ બેંક તે પણ બંધ કરવાના નિર્ણયથી હાલ તો જીલ્‍લાના દર્દીઓ હેરાન થશે જીલ્‍લામાંથી સમયસર લોહી ન મળવાથી દર્દીનું મૃત્‍યુ થાય ત્‍યાં સુધી નિર્ણય ના લેવા એવો ઘાટ જીલ્‍લાનો ઘડાયો છે. ત્‍યારે સમગ્ર જીલ્‍લાની સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ વતી આપને વિનંતી છે કે તાત્‍કાલિક અસરથી અમરેલીની મ્‍લડ બેંકનું રિઇન્‍સપેકશન કરાવી જીલ્‍લાના દર્દીઓની તરફેણમાં નિર્ણય કરવા જણાવેલ છે.« (Previous News)