Main Menu

વંડામાં ટ્રસ્‍ટે કોલેજને તાળા મારી દીધા : વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્‍ચાર

અમરેલી/વંડા
વંડામાં કોલેજ શરૂ રાખવા માટે શરૂ કરાયેલા આંદોલનના આજેપાંચમાં દિવસે અર્ધો ડઝન આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવાંમાં આવ્‍યા છે. તેમા એક ઉપવાસીઓનો વધારો થયો છે. શ્રી અશોકભાઇ હાવળીયા, શ્રી વાલાભાઇ સાટીયા, શ્રી જીવનભાઇ જાદવ, શ્રી ભરતભાઇ સાટીયા,શામજીભાઇ મકવાણા, અને દિપકભાઇ રાવળીયા દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્‍યા હતા તેમા આજે ભારતીય જનતા પાર્ટીના જુના કાર્યકર ઘોબા ગામના ગોરધનભાઇ બચુભાઇ ડાભી જોડાયા હતા આ આમરણાંતનો આજે ત્રીજો દિવસ છે અને આંદોલનનો પાંચમો દિવસ છે અચાનક કોલેજ બંધ કરવાના નિર્ણય સામે સાવરકુંડલાના 35 ગામડાઓમાં ભારે રોષ ભભુકી રહયો છે. જે ગંભીર રૂપ ધારણ કરે તો નવા઼ઇ નહી તેમ મનાય રહયું છે..
વંડામાં ઉપવાસી છાવણીની મૂલાકાતે વિવિધ ગામના લોકોનો પ્રવાહ શરૂ છે અને આજે રાજયના પુર્વ મંત્રીશ્રી વી.વી. વઘાસિયા તથા શ્રી કમલેશ કાનાણી શ્રી દિપકભાઇ માલાણી સહિતના આગેવાનો આવ્‍યા હતા અને ઉપવાસી છાવણીની મૂલાકાત લઇ પ્રશ્‍ન જાક્કયો હતો.આજે કોલેજનો 10 નો સ્‍ટાફ અને 150 વિદ્યાર્થીઓ કોલેજે તાળુ લાગતા દરવાજે બેઠા હતા.
વંડા જી.એમ.બીલખીયા બચાવો સમિતિ દ્વારા આજે 5માં દિવસે ઉપવાસી છાવણીની મુલાકાતે વી.વી.વઘાસીયા, કમલેશભાઇ કાનાણી, દિપકભાઇ માલાણી તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ,વેપારીઓ, હિરાના ધંધાર્થીઓએ રજા રાખીને સહયોગ આપેલ. આજે પાંચમાં દિવસે આમરણાંત ઉપવાસ ચાલુ છે. આજે કોલેજના ટ્રસ્‍ટીઓએ કોલેજને તાળા મારી વિદ્યાર્થીઓને ઘરે જતા રહો તેવુ પ્રોફેસરને જણાવેલ. આમ ભણવાની મોટી મોટી વાતો કરે છે. અને વંડા ગામની જી.એમ. બીલખીયા વિદ્યાર્થી ભણવા આવ્‍યા છતા કોલેજના સતાધારી લોકોએ જાણ કર્યા વગર રજા રાખે છે. આવી રીતે ગમે ત્‍યારે મનમાં આવે તેમ રજા રાખી દેવાય છે. સરકાર સૌ ભણો અને આગળ વધો એક બાજુ નવી કોલેજો બંધાવાય છે. ત્‍યારે બીજી તરફ વંડા ગામે કોલેજના સંચાલકો બંધ પાળે છે. આજે ઘોબા ગામના વતની ગોરધનભાઇ બચુભાઇ ડાભી આમરણાંત ઉપવાસ ઉપર જોડાયા હતા.






error: Content is protected !!