Main Menu

50 વર્ષ પહેલા અમરેલીને ધ્રુજાવનાર દીપડાને ઠાર કરાયો હતો

અમરેલી,
આજથી 50 વર્ષ પહેલાના સમયમાં જંગલખાતા દ્વારા ત્રાસ આપનાર જાનવરને જીવતા પકડવાની સગવડતા ન હતી અને ત્‍યારે તેનો ઉપયોગ આપ પણ શિકાર માટે થતો એ જમાનામાં જીવદયાપ્રેમીઓ બહુ ઓછા હશે તેને કારણે તેના કારણે સિંહ અને દીપડાને શુટ કરી દેવામાં આવતા હતા.એ જમાનામાં આજથી 50 વર્ષ પહેલા અમરેલીને ધ્રુજાવનાર દીપડાને ઠાર કરાયો હતો તે અમરેલીના બાલભવનમાં આવેલ પ્રાણીઘરમાં મસાલો ભરીને રાખવામાં આવેલ દીપડાને જોઇને યાદ આવી જાય છે.
1960ના દાયકામાં મુંબઇરાજયમાં અમરેલી હતુ અને ઓખા ંમંડળ, કોડીનાર, અમરેલી જિલ્લામાં આવતા હતા એ સમયે ગુજરાત રાજયની સ્‍થાપના થઇ ગાયકવાડી જમાનામાં પ્રાંતનો અને ત્‍યાર બાદ બૃહદ મુંબઇ રાજયમાં જિલ્લાનો દરજજો ભોગવતું અમરેલી નવા ગુજરાત રાજયના પ્રથમ મુખ્‍યમંત્રીનું શહેર બન્‍યું હતુ એટલે અમરેલીની દબદબો કાયમ હતો પણ અમરેલીને નવી એક આફતે ભરડો લીધો હતો.
આમ તો ગીરનું જંગલ અમરેલીથી 50 કીલોમીટર દુર છે પણ તે સમયે ગીરના જંગલમાંથી અમરેલી વટીને છેક વરસડા સુધી આવીને માનવભક્ષી દીપડાએ કાયમી ધામા નાખ્‍યા હતા તેને કારણે અત્‍યારે 24 કલાક ધમધમતા લાઠી રોડના વરસડા પંથકમાં તે સમયે સમી સાંજે સન્‍નાટો છવાઇ જતો હતો.
આજથી 50 વર્ષ પહેલા અમરેલી અને વરસડાના લોકોએ સરકારમાં ફરિયાદ કરી દીપડાનો ત્રાસ દુર કરવા માંગણી કરી અને આખરે પોલીસ તંત્રને કરાયેલી રજૂઆત બાદ ખુંખાર દીપડાને ઠાર મારવાનું નક્કી કરવામાં આવ્‍યું હતુ કારણ કે વરસડાના સીમ વિસ્‍તારમાં લોકોને નિકળવું આકરુ થઇ ગયું હતુ દીપડાના ભયને કારણે વાડી ખેતરોમાં લોકો કામ કરવા જતા બંધ થઇ ગયા હતા દીપડો માનવીને ભાળીને હુમલો કરતો અને માનવભક્ષી બની ગયો હતો તેના આતંકને કારણે સાંજ પછી લોકોએ ઘરબહાર નિકળવાનું બંધકરી દીધેલ.
આખરે તે જમાનામાં અમરેલીના ડીએસપીએ પોલીસમેન છનાભાઇ ખંડુભાઇ બાબચાને દીપડાને શોધીને ઠાર મારવાની જવાબદારી સોપી હતી જાંબાજ છનાભાઇએ વરસડા પંથકમાં દીપડાની શોધખોળ ચલાવી અને વીસેક દિવસની મહેનત બાદ દિપડાને શોધી કાઢીને તેને ઠાર કરતા લોકોએ હાશકારો અનુભવ્‍યો હતો.
લોકોને દિપડાના ત્રાસમાંથી છૂટકારો મળી ગયો હતો પણ અમરેલી ઉપર આવેલી એ જમાનાની આફતને અમરેલી બાલભવનના નિયામક શ્રી હીરાલાલ શાહે બાલભવન માટે અવસર બનાવી એક યાદગીરી કાયમ કરી હતી શ્રી શાહે અમરેલી બાલભવનમાં એક ઉભેલી હાલતમાં મસાલો ભરેલ દિપડો તો હતો જ અને એક સિંહ પણ છે ત્‍યા વધુ એક દિપડો મુકવાનું નક્કી કરી વાઇલ્‍ડલાઇફ વિભાગની મંજુરી મેળવી અમરેલીના જ ચર્મકાર પાસે બાલભવનમાં જ એ દિપડાની ખાલ અને નખ ઉતારાવીને તેને સ્‍ટફીંગ કરવા (મસાલો ભરવા) છેક મૈસુર મોકલેલ તો ત્‍યાથી એવી કવેરી આવેલ કે દીપડાના નખમાં હજુ માંસનો ભાગ છે આથી તેને સાફ કરી ફરી મોકલેલ આજે પણ ઉપર તસવીરમાં દર્શાવેલ એ ખુંખાર દીપડાને લોકો જોઇ શકે તે માટે અમરેલી બાલભવનમાં રાખેલ છે.(Next News) »