Main Menu

બાબરામાં ત્રિપલ વાહન અકસ્‍માતે બે મોત

અમરેલી,
બાબરા બસ સ્‍ટેન્‍ડ પાસે રાજકોટ હાઈ-વે રોડ પર આજે બપોરના ભાવનગર થી ભુજ જતી એસ.ટી. બસ વચ્‍ચે બાઈક આવી જતા વિરનગરના દેવશીભાઈ ભવાનભાઈ કાપડીયા અને અરવીંદભાઈ ભીમભાઈનું ઘટના સ્‍થળે મોત નીપજેલ.
એસ.ટી. બસ વચ્‍ચે બાઈક આવી જવાના કારણે એસ.ટી. બસના ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક સાથે એસ.ટી. બસ અથડાય હતી.
જેમાં એસ.ટી. બસના ચાલકનેપગમાં ગંભીર ઈજા થઈ હતી. જયારે એસ.ટી. બસમાં મુસાફરી કરતા પેસેન્‍જરોમાં પરવીનબેન રમજાનભાઈ મઘરા ઉ.વ. ૨૧ રહે. રાજકોટ, રમજાનભાઈ રહીમભાઈ મઘરા ઉ.વ. ૪૮ રહે. રાજકોટ, જતીનભાઈ રાજસુરભાઈ ડેર ઉ.વ. ૨૧ રહે. ચાંવડ, પંકજભાઈ ગોરધનભાઈ બલર ઉ.વ. ૩૫, તળશીભાઈ મેઘજીભાઈ મથળીયા ઉ.વ. ૬૫, લાભુભાઈ ધનજીભાઈ ગોહીલ ઉ.વ. ૬૫ રહે. આંબલા, વિરેન્‍દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા ઉ.વ. ૩૬ રહે. ભાવનગર, બલવીર પરવેજસિંહ ઉ.વ. ૪૨ રહે. રાજકોટ, મહેન્‍દ્રસિંહ પ્રવીણસિંહ પરમાર ઉ.વ. ૨૬ રહે. કચ્‍છને ઈજાઓ થતા સારવાર માટે બાબરા દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવ અંગે બાબરા પોલીસ તપાસ ચલાવી રહી છે.(Next News) »error: Content is protected !!