Main Menu

દામનગરની મહીલાએ ગારીયાધારમાં વેપારીને ૪૦ લાખનો ચૂનો લગાવી દીધો

અમરેલી,
આશારામબાપુના આશ્રમમાં રહેલા ૨૦૦ કરોડના વહીવટમાં ૧૦ ટકાની લાલચ આપી અને દામનગરની મહીલાએ ગારીયાધારમાં સુભાષ રોડ ઉપર દેવેન્‍દ્ર ફર્નિચર નામની દુકાન ચલાવતા દેવેન્‍દ્રભાઇ વાડીલાલ શાહ નામના વેપારીને દામનગરની ધર્મિષ્ઠા નામની મહીલાએ ફર્નિચરની ખરીદી કરી અને ૧૦-૨૦-૫૦નો નોટના બદલામાં નવી ૫૦૦ અને ૨૦૦૦ની નોટના વટાઉમાં ૧૦ ટકા કમીશન મળતુ હોવાનુ જણાવી દસ હજારનો વહીવટ કર્યા હતો જેનાથી દેવેન્‍દ્રભાઇને વિશ્‍વાસ બેસી જતા તેમણે બીજા ૪૦ લાખ આપ્‍યા હતા અને ૪૦ લાખનો ચૂનો લગાવી દીધો હતો સ્‍વીફટ અને સ્‍કોર્પીયોમાં ૪૦ લાખ લઇને અને દામનગરની ધર્મીષ્ઠા નૌ દૌ ગ્‍યારાહ થઇ ગઇ જતા પહેલા તો પોલીસે ૪૦ લાખ વ્‍હાઇટના હોવાનુ પ્રુફ માંગતા વેપારીએ તે આપતા પોલીસે ગુનો નોંધી અને સીસીટીવી ફુટેજથી તેની તસવીર મેળવી ગુનો નોંઘ્‍યો છે.



« (Previous News)