Main Menu

અમરેલી જિલ્લામાં રેતબંધી : ભાવો પાંચ ગણા થયાં

અમરેલી,
અમરેલી જિલ્લાની કઠણાઇ બેઠી હોય તેવી રીતે નોટબંધી જીએસટીના સમયથી નવી સમસ્‍યાનો સામનો અમરેલી જિલ્લાના મઘ્‍યમવર્ગ અને ગરીબ વર્ગના લોકો કરી રહયા છે.આ સમસ્‍યા છે રેતબંધીની !.
અમરેલી જિલ્લામાં કોઇ મોટા ઉદ્યોગો નથી અને ખેતી તથા બાંધકામ જેવા વ્‍યવસાય ઉપર લાખો શ્રમીકો નભે છે અને હમણા હમણા રેતી મળતી બંધ થઇ જતા અનેક લોકોની રોજી બંધ થઇ ગઇ છે અને નવાઇની બાબત એ પણ છે કે રેતી ચરસ અફીણ કે દારૂ જેવી સંપુર્ણ પ્રતિબંધિત વસ્‍તુ ન હોવા છતાયે પણ કૃત્રિમ રીતે ઉભી કરાયેલી અછતને કારણે બાંધકામ કરવા માંગતા લોકોએ પરાણે દાણચોરીથી રેતી મંગાવવી પડી રહી છે જેના ઉપર અમરેલી જિલ્લાના હજારો પરિવારો નભે છે તેવા બાંધકામ ઉદ્યોગને ઠપ્‍પ કરી દેનાર રેતબંધીથી સજજનો પરેશાન થઇ રહયા છે. ત્‍યારે સરકારી તંત્રએ લોકોને પડતી મુશ્‍કેલી નિવારવા માટે યોગ્‍ય પગલા લેવા જોઇએ.એક સમયે જે રેતીનું ટ્રેકટર રોયલ્‍ટી સાથે આઠસો રૂપિયામાં મળી જતુ હતુ તે અત્‍યારે ચાર હજાર રૂપિયે મળી રહયું છે