Main Menu

કુંડલામાંઆંગણવાડીના માઘ્‍યમથી હજારો મહિલાઓ સાથે છેતરપીંડી ?

સાવરકુંડલા, આજથી બે માસ પહેલા સાવરકુંડલાના ગ્રામ્‍ય વિસ્‍તારોના મહિલાઓને ગારમેન્‍ટ સિલાઇકામની તાલીમ આપવાની કેન્‍દ્ર સરકારની યોજના છે અને સિલાઇકામ આવડી જાય એડલે સિલાઇ મશીન આપવાાં આવશે તેવુ કહી હજારો મહિલાઓ પાસેથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ એક મહિલાથી ઉધરાવી લેવાયા .આજે બે માસ જેવો સમય વિતિ ગયો .પરંતુ કોઇ નહી ડોકાયુ અને મહિલાઓ છેતરાઇ ગઇ છે તેવો અહેસાસ થતા આ યોજના ગ્રામ્‍ય આંગણવાડી કેન્‍દ્રમાં ધક્‍કાઓ ખાઇ રહી છે અને ફોન ઉપાડતા નથી ત્‍યારે સાવરકુંડલા તાલુકાની મોટા ઝીઝુડા ગામ ની મહિલાઓ તો આવનાર સાહેબ નો ફોટો ઇન્‍ટરનેટ ઉપરથી પ્રિન્‍ટ કરાવી ફોટો-સાથે અવી રહી છે
આ છેતરાયેલ સોૈ મહિલાઓ પાસેથી મળતી માહિતી મુજબ અનમોલ ફાઉન્‍ડેશન નામની સંસ્‍થાના ભાઇઓ આવ્‍યા હતા ત્‍યારે સંસ્‍થા દવારા તાલુકા અને જિલ્‍લાની અનેક મહિલાઓ છેતરાઇ ગઇ છે આ બાબતે તાલુકા પંચાયત અધિકારીઓને પુછતા તેઓ પણ સમજાણુ છે સામાન્‍ય રીતે સરકારી યોજનાઓથી નાણા ઉધરવાતા નથી અને લેવાય તો તેની પહોચ આપવામાં આવતી હોય છે ત્‍યારે આ ગામડાઓની ગરીબ મહિલાઓના નાણા ઓળવાઇ જતાં જાયે તો કહા જાયે તેવીસ્‍થિતિ સર્જાય છે ત્‍યારે આ સંસ્‍થાની કામગીરીની જિલ્‍લા અને રાજય કક્ષાએ થી તપાસ થાય તો લાખો રૂપિયાનું કોૈભાડ બહાર આવે એમ છે