Main Menu

પીપાવાવધામનાં આંદોલનકારીઓને નોટીસો ફટકારતા નાયબ કલેકટર

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૭૧ દિવસ થી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રભ છે ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ અને ભૂમાફિયાઓના કબજામાંથી ગામની જમીન મૂક્‍ત કરાવવા અને ખાલી જમની પર ગામના લોકો ને રોજીરોટી માટે જમીન ફાળવવા માટે આંદોલન કરી રભ છે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની ઔપચારિકતા પૂરી કરી છે હજુ પણ બેરોકટોક ઝીંગા ફાર્મ ધમધમી રભ છે આંદોલનકારીઓ નાયબ કલેકટર સાહેબ નોટિસ આપી જણાવ્‍યું હતું કે આપની માંગણી મુજબ દબાણ દૂર કરવામાં આવ્‍યા તેમજ જો આપ હવે આંદોલન ચાલુ રાખશો તો કલેકટર સાહેબનાં જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે આ અંગે પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા જણાવાયું આંદોલન શરૂ થયું ત્‍યારે હમો દ્વારા મામલતદાર સાહેબ પાસે થી મંજૂરી લેવામાં આવી હતી અને ત્‍યારબાદ નાયબ કલેકટર સાહેબ દ્વારા મંજૂરી રદ્‌ કરવામાં આવી હતી અને હમો દ્વારા નવા નિયમો મુજબ મંજૂરી માંગેલ પરંતુ આજદિન સુધી પ્રાંત અધિકારી દ્વારા હમોને મંજૂરી આપવામાં આવેલી નથીઅને હમારી માંગણી હજુ પણ પૂર્ણ કરવામાં આવી નથી આથી હમો આ આંદોલન ગાંધી ચિંઘ્‍યા માર્ગે ચાલુ રાખીશું નાયબ કલેકટર સાહેબને અચાનકજ ૭૦ દિવસો બાદ કેમ મંજૂરીની વાત યાદ આવી? તેમજ આંદોલનકારીઓ દ્વારા એક મહિનાથી વધુ સમયથી મંજુરી માંગવામા આવેલી તો આજદિન સુધી મંજૂરી કેમ આપવામાં ના આવી તેવા પ્રશ્નો ઉપસ્‍થિત થઈ રભ છે દિવસના અંતે આંદોલનકારી અશોકભાઈ ભાલિયા પ્રવિણભાઇ બારૈયા અજયભાઈ શિયાળ ભાણાભાઈ ગુજરીયા પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકોએ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્‍યું હતું