Main Menu

વાંકિયામાં રજવાડી પ્રવેશદ્વારનું અષાઢી બીજે શ્રીરૂપાલાના હસ્‍તે લોકાર્પણ

અમરેલી
અમરેલી તાલુકાના વાંકિયા ગામના વતની તથા અમદાવાદ સ્‍થિત નિજાનંદ સેવા સંઘના પ્રમુખ, ઉદ્યોગપતિ બાબુભાઈ રામજીભાઈ પેથાણી પરિવાર દ્વારા વતન વાંકિયામાં રૂ. 11 લાખના ખર્ચે ભવ્‍ય, રજવાડી પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે જેનો લોકાર્પણ સમારોહ તા. 14-7-18 શનિવાર, અષાઢીબીજના વાંકિયાગામે સવારના 9.00 કલાકે રાખેલ છે. પ્રવેશદ્વારનું લોકાર્પણ કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાના હસ્‍તે થશે. જયારે ગુજરાતના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, મ્‍યુ.ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, જીલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, જીલ્‍લા સંઘના ચેરમેન શરદ લાખાણી, અમરડેરીના ચેરમન અશ્‍વીનભાઈ સાવલીયા, નિરજભાઈ અકબરી તા. પંચાયત અમરેલી મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે. વતન વાંકિયામાં રામદેવજી મંદિર, સ્‍વામીનારાયણ વિદ્યાલયમાં સખાવત કરનાર તથા પૂર્વ અમદાવાદના પટેલ સમાજના કદાવર આગેવાન તથા ઔદ્યોગિક રત્‍ન બાબુભાઈ પેથાણી દ્વારા નિર્મિત રજવાડી પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્નમમાં ગુજરાતભરમાંથી આગેવાનો સર્વશ્રીમગનભાઈ રામાણી-અમદાવાદ, વિઠ્ઠલભાઈ સાવલીયા, ખોડલધામના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, કાંતીભાઈ વઘાસીયા, દિનેશભાઈ બાંભરોલીયા, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ કાથરોટીયા, ભરતભાઈ ચકરાણી, ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી, મ્‍યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના પદાધિકારીશ્રીઓ વિ. ઉપસ્‍થિત રહીને ભામાષા એવા વતન વાંકિયાના રતન બાબુભાઈ પેથાણીનું અવિસ્‍મરણીય સન્‍માન કરશે. કૃષીમંત્રીશ્રીનો પદભાર સાંભાળ્‍યા બાદ પ્રથમ વખત જ એક નહી પરંતુ બે-બે વર્તમાન કૃષિમંત્રીશ્રી તથા પૂર્વ કૃષિમંત્રીશ્રી વાંકિયા ઈતિહાસમાં પ્રથમ વખત આવી રહયા છે.
તયારે પેથાણી પરિવાર-વાંકિયાના અશ્‍વીનભાઈ બી. પેથાણી-કાઉન્‍સિલર દિનેશભાઈ બી. પેથાણી-દેવમ ડેવલપર્સ, મહેશ બી. પેથાણી-રામદેવ ડેવલપર્સ, હરેશ બાવીશી, પ્રમુખશ્રી ડાયનેમિક-ગૃપ-અમરેલી વાંકિયા ગામના તમામ વર્તમાન અને પૂર્વ આગેવાનો તડામાર તૈયારી કરીને સમગ્ર સમારોહને સફળ અને અવિસ્‍મરણીય બનાવવા માટે આખરી ઓપ આપી રહયા છે.