Main Menu

રાજુલામાં વારંવાર વીજ ધાંધીયા : આંદોલનની ચીમકી

રાજુલા,
રાજુલા માર્કેટયાર્ડના ચેરમેન જીજ્ઞેશ પટેલે રાજુલા શહેરમાં વારંવાર વીજ ધાંધીયા સર્જાતા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી જણાવ્‍યુ છે કે અંડર ગ્રાઉન્‍ડ વીજ વાયર નાખવામાં આવે તો પ્રશ્‍ન કાયમી ધોરણે હલ થાય તેમ છે. એ જ રીતે રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ જણાવ્‍યુ કે ઓછા સ્‍ટાફને કારણે રાત્રીના અંધાધુની સર્જાય છે. અને વરસાદમાં લોકો હેરાન થાય છે. ત્‍યારે ફોલ્‍ટ નિવારણ કરવા સ્‍ટાફ વધારવામાં નહી આવે તો ૧૫ દિવસમાં આંદોલન કરાશે. તેમ જણાવ્‍યુ હતુ. રાજુલા ચેમ્‍બર પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્‍યુ કે વીજ પુરવઠો ખોરવાય ત્‍યારે અધિકારીને જાણ કરવામાં આવે છે પણ અપુરતો સ્‍ટાફ છે. જો સ્‍ટાફ ફાળવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવા શહેરી જનો લડાયક મુડમાં છે. તેમસંયુકત યાદીમાં જણાવ્‍યું છે.
વરસાદના છાટા પડે કે તુરત જ વીજળી ગુલ થઈ જાય છે. બપોરે ૨ થી સાંજના ૭ સુધી અને સવારના ૭ થી ૧૧ સુધી વીજ પુરવઠો મળતો નથી. રાજુલામાં ત્રણ ફીડર છે તેના બદલે પાંચ કરવા જરૂરી છે. જીલ્‍લા ભાજપ આગેવાન રવુભાઈ ખુમાણે જણાવ્‍યુ કે રાજુલા ઓફીસમાં ફરિયાદ જાય કે તુરત ફોન એનગેજ મળે છે. ઓફીસર ફોન નીચે મુકી દઈ છે તેમ જણાવ્‍યું હતુ.


error: Content is protected !!