Main Menu

બાબરામાં લોકાર્પણની રાહે બગીચો ૬ વર્ષથી બંધ

બાબરા,બાબરાના હાર્દસમાં વિસ્‍તાર બ્રહ્મકુંડ નજીક રાજય સરકાર સ્‍વર્ણીમ ગુજરાત પંચવટી યોજના અંતર્ગત ગ્રામ્‍ય દાતાના લોકફાળા સહકારથી બનાવવામાં આવેલ સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા ઉદ્યાન (બગીચો) છેલ્‍લા છ વર્ષથી રેડી પોઝીશનમાં હોવા છતા સ્‍થાનિક નગરપાલીકા તંત્રની નાદારીના કારણે લોકાર્પણ થવા પામતુ નથી. બાબરાના સપુત નિવૃત પી.એસ.આઈ. સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળાના પરિવારે રાજય સરકારમાં લાખોનો લોક ફાળો આપી બાબરા ગામની સુવિધામાં વધારો કરવા સુંદર બગીચાનું લોક ઉપયોગી નિર્માણ કરવામાં આવેલ છે. ૨૦૧૩ માં સંપુર્ણ તૈયાર થયેલો બાગ લોકાર્પણની રાટમાં બંધ હાલતમાં પડયો હોવાથી સારસંભાળના અભાવે નુકશાન થવા સંભવ છે.
લોકફાળો આપનાર પરિવારે અવાર નવારસ્‍થાનિક તંત્ર સમક્ષ લોકાર્પણ અંગે મંજુરી માંગવાના જવાબમાં તંત્ર દ્વારા નગરપાલીકાની આર્થિક સ્‍થિતિ સારી નહી હોવાની અને વિષેશ ખર્ચ નહી કરી શકવાનું જણાવી દેતા દાન આપનાર ઉપર ચીંતા પ્રસરી જવા પામી છે. રાજય સરકારના આયોજનમાં લાખોનો લોકફાળો જમા કરાવનાર પરિવારે નગરપાલીકાની આળસવૃતિ સંદર્ભે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત અમરેલી જીલ્‍લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. છેલ્‍લા છ વર્ષથી તૈયાર થયેલો બગીચો લોક સુખાકારી માટે આગામી શ્રાવણ માસ પહેલા ખુલ્‍લો મુકવામાં આવે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે. યોગ્‍ય વ્‍યવસ્‍થાના અભાવે લાખોના ખર્ચે બનેલુ ઉદ્યાન ધુળ ઘાણી થવા પામે તે પહેલા યોગ્‍ય કરવા અંતમાં માંગ ઉઠી છે. અત્રે યાદ રહે કે બંધ બગીચામાં અગાઉ આગ અને સામાન્‍ય ચોરી નુકસાનના બનાવો બની ચુકયા છે. લોકફાળા માટે મોટી રકમ આપનાર દશરથભાઈ જૈતાભાઈ વાળા આગામી દિવસોમાં ન્‍યાય માટે તૈયારી કરી રહ્યાનું જણવા મળે છે.


error: Content is protected !!