Main Menu

અનરાધાર ચાર ઇંચ : બાબાપુરમાં બોલેરો પાણીમાં ગઇ : ત્રણ તણાયા

અમરેલી,
આ સીઝનમાં અમરેલી જિલ્લામાં પહેલી વખત સાર્વત્રિક વરસાદ પડયો છે, લાઠી સાથે મેઘરાજાને અણબનાવ હોય તેમ માત્ર ૫ મીમી વરસાદ પડયો છે જયારે અમરેલી જિલ્લામાં દોઢથી ચાર ઇંચ વરસાદ સાંજ સુધીમાં પડી ગયો છે વડીયાના બરવાળા બાવળ નજીક હોન્‍ડા બાઇક સાથે પટેલ યુવાન તણાયો છે તથા બગસરા અને કુંડલામાં ચાર ઇંચ, ધારી અને અમરેલીમાં બે, વડીયામાં ત્રણ, રાજુલા,જાફરાબાદ,લીલીયા,ખાંભામાં દોઢથી પોણાબે ઇંચ વરસાદ પડયો છે જયારે જાફરાબાદના લોરમાં ધાતલ નદી ઉપરનો પુલ તૂટયો, છાપરાઓ ઉડયા હતા અને લોરના શીવરાજભાઇ ખુમાણના ઘરમાં નવ પતરાઓ ઉડીને આવ્‍યા હતા આ ઉપરાંત બગસરામાં તીરુપતિનગર તથા ગોકુલધામ ૧-૨ મળી આસપાસની ત્રણ સોસાયટીમાં મકાનોની લગોલગ પાણી ભરાયા હોવાનુ અને પાણી લોકોના ઘરમાં ઘુસી જાય તેવી હાલત હોવાનુ બગસરાથી શ્રી જયેશ કારીયાએ જણાવ્‍યું હતુ વડીયાના બરવાળા બાવીસીમાં સુપડાધારે પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો હોવાનો શ્રી દેવકુ કનાળાનો અહેવાલ જણાવે છે વરસાદથી નદીમાં પુર આવ્‍યા હતા સવારથી શરૂ થયેલી એકધારી મેઘમહેરને પગલે જિલ્લાની તમામ નદીઓ વહેતી થઇ ગઇ છે અને ધારીમાં વરસાદી પાણીમાંઇલે.શોક લાગતા બે બળદના મોત થયા હતા તથા ખેડુત દંપતિ ગાડામાંથી ફંગોળાઇ જતા બચી ગયા હતા સાંજે વડીયાથી બરવાળા બાવળ જઇ રહેલ પટેલ યુવાન તણાઇ ગયો હતો તેની મોડી રાત્રી સુધી શોધખોળ ચાલી રહી છે અને મોડી સાંજે પણ લોકોના હૈયા ઠારતી સતત મેઘમહેરથી લોકોના મુખ મલકાઇ ગયા છે.
અમરેલી શહેર અને જીલ્‍લામાં વરસાદ માટેના લાંબા ઈન્‍તજાર બાદ સાર્વત્રીક વરસાદ પ્રથમ વખત આજે પડયો છે.વાવેતર બાદ પ્રથમ વખત જીલ્‍લામાં વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. રાજુલા જાફરાબાદ પંથકમાં આજે સવાર થી બપોર સુધી ધીમીધારે ગાજ વીજ વગર એક ઈંચ વરસાદ પડયો હતો. અને હજુ પણ ધિમી ધારે વરસાદ શરૂ છે.અમરેલી તાલુકાના સરંભડા,દેવરાજીયા, વાંકિયા, બાબાપુર,ચલાલાના ગોપાલગ્રામ, શીલાણા,ચાડિયા,તેમજ ચલાલા શહેરમાં આજે બપોરના ધીમીધારે એક થી દોઢ ઈંચ વરસાદ પડિજતા વાવેતરને ફાયદો થયો છે.ખાંભાના મોટા સમઢીયાળા અને ખાંભા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એક થી દોઢ ઈંચ જેવો વરસાદ પડિજતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.લાઠી શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ આજે બપોરના હળવા ભારે ઝાપટાઓ શરૂ રહયા હતા. અને અડધાથી એક ઈંચ વરસાદ પડયો છે. બગસરા શહેર અને આસ પાસના ગ્રામ્‍યવિસ્‍તારોમાં આજે સવાર થી બપોર સુધી ધીમી ધારે દોઢ થી બે ઈંચ જેવો વરસાદ પડિજતા ખેડૂતોમાં ખુશી વ્‍યાપી છે.કુંકાવાવ શહેર અને આસ પાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે બપોરના ત્રણ વાગ્‍યા થી ધીમી ધારે એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જયારે જાફરાબાદ નજીક આવેલ ટીંબી, હેમાળ,લોહર,ખાચરીયા,છેલણા, સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હળવા ભારે ઝાપટા થી એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો.લીલીયા શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સવાર થી બપોર સુધીમાં ધીમી ધારે દોઢ થી બે ઈંચ વરસાદ પડયો હતો. જયારે હાથીગઢ,સાજણટીંબા, અંટાળીયા,ખારા, ઢાંગલા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધીમીધારે વરસાદ પડયો છે.દામનગર શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધીમીધારે વરસાદ પડયો હતો. જયારે ગોઢાવદરમાં પણ અડધાથી પોણો ઈંચ વરસાદ પડયા ના વાવડ મળી રહયા છે.મોટા આંકડીયામાં ધીમીધારે એક ઈંચ વરસાદ પડયો હતો. સાવરકુંડલા શહેર અને આસ પાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બે થી ત્રણ ઈંચ સારો વરસાદ પડી જવાના કારણે ખેતી પાકને ફાયદો થશે.ધારી શહેર અને આસપાસ ના ગીર કાંઠાના ગોવિંદપુર,દલખાણીયા, કુબડા,આંબરડી,ડાભાળી, જીરા,માધુપુર,વિરપુર,ખીચા, ગઢીયા સહિતના ગામોમાં એક થી દોઢ ઈંચ પડીજતાખેતી પાકને મોટો ફાયદો થશે. વિજપડીમાં આજે બપોરના ધીમીધારે દોઢ ઈંચ વરસાદ પડીજતા ખેડૂતોમાં ખુશી વ્‍યાપી હતી.
ખાંભાના ડેડાણ અને આસપાસના ત્રાકુડા,નીંગાળા,માલકનેશસહિતના ગામોમાં બપોરના ત્રણ વાગ્‍યાથી વરસાદ શરૂ થયો છે જે મોડી રાત સુધી શરૂ છે અને તેમા બેથી અઢી ઇંચ વરસાદ પડયાનું ડેડાણથી બહાદુરઅલી હીરાણીનો અહેવાલ જણાવેલ છે.« (Previous News)