Main Menu

અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અને સભ્‍યો વચ્‍ચે બઘડાટી

અમરેલી,

અમરેલી નગરપાલીકા જનરલ બોર્ડની મીટીંગ મળતા સાશકપક્ષ અને વિરોધપક્ષના સભ્‍યો વચ્‍ચે બઘડાટી બોલતા અને ખુરશીઓ ઉડતા સરકારી કામમાં રૂકાવટ થતા પાલીકા કચેરી બપોર બાદ બંધ કરવામાં આવી હતી. આ પ્રશ્‍ને સાશકપક્ષના પાલીકાના પ્રમુખ જયંતીભાઈ રાણવાના જણાવ્‍યા મુજબ જાતિ પર હુમલો કરી વિરોધ પક્ષના 20 માંથી 18 સભ્‍યો હાજર રહી સાશકપક્ષને 24 સભ્‍યોએ સમર્થન આપતા વિરોધપક્ષના 8 સભ્‍યોએ સરકારી કામમાં રૂકાવટ કરી બોર્ડ ચાલવા ન દઈ ધાંધલ ધમાલ મચાવી હતી. સંદીપભાઈ ધાનાણી, ઈકબાલભાઈ બીલખીયા, પતાંજલભાઈ કાબરીયા, માધવીબેન જોષી, કંચનબેન સોળીયા, હંસાબેન જોષી, પ્રકાશભાઈ લાખાણી, નાનભાઈ બીલખીયાએ દેકારો કરી પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફીસર પર હુમલો કરતા આ બનાવ અંગે સીટી પી.આઈ.ને લેખીતમાં ફરિયાદ આપેલ અને એટ્રોસીટી મુજબ ફરિયાદ દાખલ થયેલ છે. વિરોધપક્ષે હુમલો કરી ખોટી રીતે ઈકબાલભાઈ આમદભાઈ બીલખીયા, બાલુબેન દિનેશભાઈ પરમાર, રીટાબેન કૌશિકભાઈ ટાંક, સમીનાબેન અલ્‍તાફભાઈ સંઘવી, જશુબેન ચંદુભાઈ બારૈયા તોફાન કર્યા પછી કલેકટર પાસે બોર્ડ બંધ કરાવવા જઈને ફરિયાદ દાખલ થવાની ખબર પડતા તેઓ દવાખાને દાખલ થયાનું જયંતીભાઈરાણવાએ જણાવ્‍યું હતું. જયારે વિરોધપક્ષે સંદીપભાઈ ધાનાણીએ જણાવ્‍યુ હતું કે શહેરના ર્સ્‍વાંગી વિકાસ માટે અમો ચુંટાયેલા સભ્‍યોશ્રીઓએ પ્રાદેશિક કમીશ્‍નર ભાવનગર, જીલ્‍લા કલેકટર, પ્રાંત અધિકારી અમરેલી, પાલીકાના ચીફ ઓફીસરને લેખીત જાણ કરેલ તા. 7-9 ના સામાન્‍ય સભા મળવાની છે ત્‍યારે એજન્‍ડા પૈકી 93 પ્રશ્‍નો મુકવામાં આવેલ હતા. તે પૈકી અમો તંદુરસ્‍ત ચર્ચા કરી કાર્યવાહી કરવા જણાવેલ. માત્ર 5 મીનીટ ચર્ચા કર્યા વગર બોર્ડ પુરૂ થયાનું જણાવેલ અને અમોએ ચીફ ઓફીસરને ચર્ચા કરવા જણાવેલ છતા બોર્ડ સમાપ્‍તી કરવુ યોગ્‍ય નથી. અમારા સભ્‍યોને હાજર ન રહેવા પ્રલોભન અને ધાક ધમકી આપવા છતા બધા સભ્‍યો હાજર રહેતા તેઓ બહુમતી પુરવાર કરી શકે તેમ ન હોવાથી કારોબારી સમિતિ, ટાઉન પ્‍લાનીંગ સમિતિમાં સભ્‍યોની વરણી કરવાની હોય જેમાં તંદુરસ્‍ત રીતે કોમ્‍પીટીશન થવી જોઈએ તે ન કરી ઈકબાલ બીલખીયાને હડધુત કરી ધક્કો મારેલ અને બાલુબેન પરમાર જે ગત ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રમુખ પદ માટે પાર્ટીએ મેંડેડ આપેલ તેની અંગત દુશ્‍માનાવટ રાખી હડધુત કરેલ તેમણે તેના વિસ્‍તારના વિકાસના પ્રશ્‍ને વાત કરેલ તે પ્રમુખ સાંભળવા તૈયાર ન થયા. બીજા સદસ્‍ય રમેશભાઈ ભુરાભાઈ ભાભોર આદિવાસી સમાજના પોતાના વિસ્‍તારની વિકાસની વાત કરીત્‍યારે તને ના પાડી તો કેમ બોર્ડમાં હાજર રહ્યો તેમને પૈસા આપવા પ્રલોભન આપેલ જેનું રોર્કોડીંગ રમેશભાઈ પાસે ઉપલ્‍બધ છે. શહેરનો ર્સ્‍વાંગી વિકાસ કરવો હોય તો આવા પ્રલોભન શા માટે ? સમગ્ર ગુજરાતમાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી દ્વારા મગફળી કાંડને ઉજાગર કરવામાં આવેલ ત્‍યારે અમોને નિચા દેખાડી પરેશભાઈ ધાનાણી પર ડાઘ લગાડવા હીન પ્રયાસ કરેલુ હોવાનું સંદીપભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું. આ બનાવ અંગે પાલિકા પ્રમુખની ફરિયાદ ઉપરથી આઠ સભ્‍યોની સામે એટ્રોસીટી તથા સરકારી મીલકતને 10 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ દાખલ કરી છે અને સામે પક્ષે શ્રી બાલુબહેન પરમાર દ્વારા પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.આ બનાવમાં પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફીસર શ્રી એલજી હુણ અને કંચનબેન વાઘેલા તથા શકીલબાપુ સૈયદને ઇજા થયાનું જણાવાયુ છે તથા સામા પક્ષે બાલુબેન પરમાર, રમેશભાઇ ભાંભોર, ઇકબાલભાઇ બીલખીયા, રીટાબેન ટાંક, સમીનાબેન સંઘાર, જશુબેન બારૈયાને ઇજા થઇ હોવાનું શ્રી સંદીપ ધાનાણીએ જણાવેલ હતુ.« (Previous News)