Main Menu

અમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો

અમરેલી,
ભારત બંધના કોંગ્રેસના આજે સોમવારે અમરેલી શહેરના વેપારીઓ દ્વારા દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ તથા રાંધણ ગેસના બમળા ભાવો ખેડુતોના દેવા માફ કરવા સહિત વિવિધ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે. ત્‍યારે આજે સવારે પ્રદેશ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લલીતભાઈ ઠુંમર સહિત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શહેરમાં જયા દુકાનો ખુલી હતી ત્‍યા બંધ કરવવા અપીલ કરતા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાવવધારા સામે પોતાનો સુર પુરાવ્‍યો હતો.