Main Menu

અમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમરેલીકોંગ્રેંસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને અમરેલી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો હતોઅમરેલી,કુંડલા અને લીલીયા તથા વડીયા સિવાય બંધની અસર નહીવત જોવા મળી હતી.રાજુલા,જાફરાબાદ, ખાંભા, બગસરા ચલાલામાં બંધની અસર દેખાઇ ન હતી ખાંભાના ડેડાણે સજજડ બંધ પાળ્‍યો હતો.જયારે વડીયામાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી બંધની અપીલ કરવા નિકળ્‍યા હતા તો તેની સામે બંધ ન પાળવા શ્રી છગનલાલ ઢોલરીયા નિકળ્‍યા હતા.અમરેલીના ચિતલમાં બંધની કોઇ અસર દેખાઇ ન હતી અને કોઇ બંધ કરાવવા આવેલ નહી અને ચિતલે બંધ પાળેલ નહી.લાઠીએ આંશિક બંધ પાળ્‍યો હતો.