Main Menu

લીલીયાના અંટાડીયા મહાદેવ ખાતે શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા યોજાયેલા થાળમાં 10 હજાર લોકો ઉમટયા

શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિતે અને અંટાળીયા મહાદેવ પ્રત્‍યેની શ્રઘ્‍ધા થકી ગત તા. 9/9/ર018ને રવિવારના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિર ખાતે થાળનું આયોજન કરેલ હતુ.
જેમાં દસ હજાર જેટલુ માનવ મહેરામણ ઉમટયુ હતુ અને દાદાના દશન કરી પ્રસાદ લીધેલ હતો અને જેના લીધે અંટાળીયા મહાદેવ મંદિરે અદ્‌ભુત દ્રષ્‍યો જોવા મળેલ હતા.
અંટાળીયા મહાદેવ મંદિરના ટ્રસ્‍ટીઓ અને સંચાલકોએ સાંસદ શ્રી નારણભાઈને અભિનંદન આપતા જણાવેલ હતુ કે, મંદિરના ઈતીહાસમાં એક સાથે આટલા મોટા માનવ મહેરામણની સેવાનો પ્રથમ મોકો સાંસદશ્રી થકી મળેલ છે. આ તકે રાજયના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુ સાહેબે પણ વિશેષ હાજરી આપી પ્રસાદ ગ્રહણ કરેલ હતો.
આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન અને ઈફકોના ડીરેકટર શ્રી દીલીપભાઈ સંઘાણી, ગારીયાધારના ધારાસભ્‍ય શ્રી કેશુભાઈ નાકરાણી, પૂવ ધારાસભ્‍યો શ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી વી.વી.વઘાસિયા, શ્રી વાલજીભાઈ ખોખરીયા, જીલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, મહામંત્રીઓ શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી કમલેશભાઈ કાનાણી, શ્રી કૌશિભાઈ વેકરીયા સહીત જીલ્‍લા ભાજપ ટીમ, પૂવ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને શ્રી દિનેશભાઈ પોપટ, અમર ડેરીનાચેરમેન શ્રી અશ્‍વિનભાઈ સાવલીયા, અમરેલી સંસદીય વિસ્‍તારના તમામ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખો, સેલના કન્‍વીનર/સહકન્‍વીનરો તથા વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ તથા તમામ પ્રકલ્‍પોના હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા.
ઉપરાંત આ તકે વેપારી મંડળ, ચેમ્‍બર ઓફ કોમસ, ઓઈલ મીલ અને જીનીંગ મીલ ધારકો, માકેટીંગયાડના ડીરેકટરો, સહકારી સંસ્‍થાઓના ડીરેકટરો, ડોકટરો, વકીલો સહીતના વિવિધ સામાજિક આગેવાનો અને સહકારી આગેવાનો પણ ઉપસ્‍થિત રહયા હતા.ભારતીય જનતા પાટીમાં વિખવાદ છે
તેવા ખોટા સંદેશાઓને ફોક સાબીત કરી, સાંસદશ્રી દ્વારા આયોજીત થાળમાં ભારતીય જનતા પાટીના તમામ હોદેદારો, આગેવાનો અને કાયકરોએ હાજરી આપી આવનાર તમામ દશનાથીઓનો આદર સત્‍કાર કરેલ હતો.
વિશેષમાં આ તકે મહીલા મોરચાની બહેનો ઉપરાંત સમગ્ર સંસદીય વિસ્‍તારમાં વસવાટ કરતા બહેનો તથા પ્રિન્‍ટ અને ઈલેકટ્રોનીક પ્રેસ મીડીયાના મિત્રો વિશેષ ઉપસ્‍થિત રહયા હતા.