Main Menu

દામનગરના નારણગઢમાં કોંગ્રેસનું સરકાર સામે રણશિંગુ

અમરેલીદામનગરના નારણગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજીત ખેડુત મહાસંમેલનમાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ચાર ધારાસભ્‍યો તથા કોંગ્રેસન આગેવાનો અને ખેડુતોની ઉપસ્‍તિીમાં યોજાયેલા મહાસંમેલનમાં ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવામાં આવ્‍યું હતુ.લાઠી બાબરા વિસ્‍તારના ધારાસભ્‍ય ને કોંગ્રેસના પ્રદેશ આગેવાન શ્રી વિરજીભાઇ ઠુમ્‍મર અને યુવા ઉદ્યોગપતિશ્રી જનક તળાવિયા તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલા આયોજનમાં વિરોધ પક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્‍થિતિ હતી આ ઉપરાંત સાવરકુંડલાના ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત, ધારીના ધારાસભ્‍યશ્રી જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખો, શ્રી જેનીબેન ઠુમ્‍મર, સંગઠનના હેદ્દેદારો, વિવિધ સંસ્‍થાઓના પદાધિકારીઓ વર્તમાન અને જિલા અને તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ,ઉપપ્રમુખો, પુર્વ ધારાસભ્‍યશ્રીઓ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ ભવનના નિર્માણકાર્યમાં યુવા આગેવાન શ્રી જનક તળાવિયા દ્વારા રૂા. પાંચ લાખનો એક અર્પણ કરવામાં આવ્‍યો હતો.(Next News) »