Main Menu

અમરેલીની એ. સેશન્‍સ કોર્ટમાં વિડીયો કોન્‍ફરન્‍સથી નિવેદન લેવાયું

અમરેલી,
અમરેલીની એડીશનલ સેશન્‍સ કોર્ટમાં લાંચ રૂશ્‍વતના કેસ ચલાવવાની મંજુરી આપનારા રાજયસરકારના સનદી અધિકારીનું વિડીયો કોન્‍ફરન્‍સથી નિવેદન નોંધવામાં આવ્‍યું હતુ.
આ અંગેરી વિગતો એવા પ્રકારની છે કે, 2012ની સાલમાં બગસરાના વર્ગ 2ના અધિકારી ગણાતા મહીલા સીડીપીઓ રૂા. 8 હજારની લાંચ લેતા ઝડપાયા હતા આ કેસ ચલાવવાની સક્ષમ અધિકારી તરીકે તત્‍કાલીન મહીલા અને બાળવિકાસ વિભાગના સચીવ શ્રી અંજુ શર્માએ મંજુરી આપી હતી. આ કેસમાં તમામ સાહેદો અને સંબંધીતોના નિવેદનો નોંધવામાં આવ્‍યા બાદ જે તે વખતે 2012માં આ કેસ ચલાવવા માટે સક્ષમ એવા રાજય સરકારના વરીષ્ઠ અધિકારી શ્રી અંજુ શર્માએ મંજુરી આપલ હોય તેઓનું નિવેદન કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જરુરી હોય અને વ્‍યસ્‍તતાને કારણે તેઓનું નિવેદન વિલંબમાં પડતુ હોય અમરેલીની એડીશનલ સેશન્‍સ કોર્ટના જજ શ્રી ગોસ્‍વામીની કોર્ટમાં શ્રી અંજુ શર્માનંું નિવેદન વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા નોંધાયુ હતુ જેમા સરકારી વકીલ શ્રી રાજયગુરુ તથા બચાવ પક્ષે શ્રી ગીરીશભાઇ દવે ઉપસ્‍થિત રહયા હતા શ્રી અંજુ શર્માના નિવેદનને અદાલતે રેકોર્ડ કર્યુ હતુ અને આધુનિક ટેકનોલોજીનો અમરેલીનીઅદાલતમાં ઉપયોગ કરાતા ન્‍યાયીક પ્રકિ્નયા વેગવંતી બની હતી.(Next News) »