Main Menu

આજે શ્રી રાજનાથસિંઘ અને શ્રી રૂપાલા અમરેલીમાં

અમરેલી,
અમરેલીમાં આજે કેન્‍દ્રના ગૃહમંત્રીશ્રી રાજનાથસિંઘ તથા કૃષિરાજયમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાનું આજે અમરેલી આગમન થનાર છે.
નાફસ્‍કોબના ચેરમેન અને દેશના વરિષ્ઠ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્‍વમાં અમરેલીની જિલ્લા બેન્‍ક તથા અમરડેરી જિલ્લા સંઘ સહિત 11 કો-ઓપરેટીવ સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા સહિતના કાર્યક્નમોમાં ઉપસ્‍થિત રહેનાર છે આ બેઠકમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં આજે સવારે નવ વાગ્‍યાથી બપોરના દોઢ વાગ્‍યા સુધી ખેડુત તાલીમ ભવન ખાતે યોજાનાર છે.« (Previous News)
(Next News) »