Main Menu

અમરેલી કેરીયારોડ ઉપર કલરવ હોસ્‍પિટલનો દબદબાભેર પ્રારંભ

અમરેલી,
અમરેલી કેરીયા રોડ પર તા. 23 રવીવારના કલરવ હોસ્‍પિટલનો પ્રારંભ થતા પાણી દરવાજા સ્‍વામીનારાયણ મંદિરના સંતો અને કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી રૂપાલાના વરદ હસ્‍તે હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે સ્‍નેહીઓ, મિત્રો, સગાસંબંધીઓ, સહીત અમરેલીના સ્‍ત્રી રોગ નિષ્‍ણાંત ડો. મીથીલ આર. પટેલ, એનેસથેસીયા ડો. નીરાલી ગોંડલીયા, ચામડી રોગના નિષ્‍ણાંત ડો. ચિરાગ વામજા , દાંત રોગના નિષ્‍ણાંત ડો. જતીન પી. ધાનાણીના નવા સાહસને ભારત સરકારના મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા તથા સ્‍વામીનારાયણ મંદિરના સંતો અને વડીલોએ આર્શીવાદ પાઠવી શુભકામના વ્‍યકત કરી હતી.
અમરેલીના કેરીયા રોડ ઉપર કલરવ હોસ્‍પિટલ ખાતે હવે સ્‍કીન,દાંત અને સ્‍ત્રીરોગ નિષ્‍ણાંતની સેવા મળી રહશે.(Next News) »