Main Menu

રાજુલાનાં ગામોમાં કિશાન મિત્ર ખાટલા બેઠક યોજાતા સાંસદ નારણભાઇ

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કિસાન મિત્ર ખાટલા બેઠક અંતર્ગત ગત તા. 7 ઓકટોબરના રોજ રાજુલા તાલુકાના ભંડારીયા(ભાક્ષ્ી), ધારેશ્‍વર, દીપડીયા, વાવેરા, નાની ખેરાણી, ખારી, બાબરીયાધાર, નવાગામ, અમુલી, બાલાપર, મસુંદડા, ડોળીયા, છાપરી, મોટી ખેરાળી, બર્બટાણા, ચારોડીયા, વડલી અને 8 ઓકટોબરના રોજ ખાંભલીયા, દેવકા, હડમતીયા, ઉટીયા,રાજપરડા, કુંભારીયા, માંડળ, મોરંગી, મોભીયાણા, રામપરાલ્‍1, ચ્‍(જકા, ડુંગરપરડા, ડુંગર, મોટા રીંગણીયાળા, કુંડલીયાળા અને જાંજરડા ગામોમાં કાર્યકરો અને ગામ લોકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્‍નો સાંભળી પ્રશ્‍નોના નિવારણ માટે પ્રયત્‍નો કરેલ હતા.આ તકે સાંસદશ્રી સાથે પૂર્વ ધારાસભ્‍ય શ્રી હીરાભાઈ સોલંકી,ચ્‍(થ્‍લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી ચ્‍(જ્ઞેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભોળાભાઈ લાડુમોર, મહામંત્રી શ્રી ધીરૂભાઈ ગોહીલ,ચ્‍(થ્‍લા પંચાયતના વિરોધ પક્ષ્ના નેતા શ્રી શુકલભાઈ બલદાણીયા, ચ્‍(થ્‍લા બક્ષ્ીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ મકવાણા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી વલકુભાઈ જાજડા (બોસ) તથા નાજભાઈ પીંજર, તાલુકા પંચાયત સભ્‍યો શ્રી ભુપતભાઈ બારૈયા, શ્રી અમરાભાઈ ગોહીલ, શ્રી પ્રતાપભાઈ મકવાણા, તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન શ્રી અરજણભાઈ વાઘ, તાલુકા યુવા ભાજપ મહામંત્રી શ્રી ધીરૂભાઈ નકુમ, તાલુકા ભાજપ કારોબારી સભ્‍ય શ્રી નાજભાઈ પીંજર સહીતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.