Main Menu

ધારીએ સજજડ બંધપાળી મૃતક સિંહોને શોકાંજલી પાઠવી

ધારી,ધારી ગીરના જંગલમાં ર3 સિંહોના ટપોટપ મોતના પગલે પ્રકૃતિપ્રેમીઓ અને વન્‍યપ્રાણી પ્રેમીઓમાં રોશની લાગણી વ્‍યાપી હતી સિંહોમાં રોગચાળાના પગલે જાગી ઉઠેલા વનતંત્રએ જરૂરી પ્રબંધ કરેલો તે દરમ્‍યાન ધારીના બજરંગગ્રૃપે સિંહોના આત્‍માની શાંતિ માટે  ધારી બંધનું એલાન આપી એક દિવસ ઉપવાસ કરવા એલાન આપેલુ પરંતુ તંત્રએ ઉપવાસ માટે મંજુરી ન આપતા માત્ર ધારી બંધ પાડી સિંહોના આત્‍માની શાંતિ માટે મૌન પાડયુ હતુ.ં સવારે બજાર બંધ કરાવવા નીકળયાની સાથે જ બજાર ટપોટપ બંધ થઈ ગઈ હતી. અને બપોર સુધી સજજડ બંધ પાડી સિંહો પ્રત્‍યે પોતાની લાગણી વ્‍યકત કરી હતી. જો કે બપોરબાદ બજાર રાબેતા મુજબ ખુલ્‍લી ગઈ હતી. બંધ દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંધોબસ્‍ત જાળવ્‍યો હતો.« (Previous News)