Main Menu

રાજુલા જાફરાબાદમાં શસ્‍ત્રપુજન કરાયું

રાજુલા જાફરાબાદ સૂર્યસેના આયોજિત શસ્ત્ર પૂજન સાથે એતિહાસિક અશ્‍વ સાથે રેલી શહેર ના મુખ્‍યમાર્ગો પર શૂરવીરતા ના સંગીત સાથે ક્ષત્રિય સમાજ નું શક્‍તિ પ્રદશન યોજાયું રાજુલા પોલીસ તંત્ર દ્વારા ચુસ્‍તબંદોબસ્‍ત વચ્‍ચે શહેર માં બપોર બાદ ભવ્‍ય રેલી
દશેરા નિમિતે સમગ્ર દેશ માં શસ્ત્ર નું પૂજન થતું હોય છે ત્‍યારે સૂર્યસેના દ્વારા સમગ્ર ગુજરાત માં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર શસ્ત્ર પૂજન જોવા મળિયા પરંતુ રાજુલા જાફરાબાદ પંથક માં સૂર્યસેના નવરાત્રી ગ્રાઉન્‍ડે ખાતે શસ્ત્ર પૂજન બપોર બાદ રાખવા માં આવ્‍યું હતું અહીં શહેર અને આસપાસ ના ગ્રામ્‍ય વિસ્‍તાર માંથી અશ્‍વ હથિયારો સાથે આવ્‍યા હતા અને દશેરા નિમિતે શસ્ત્ર પૂજન બાદ શહેર ના મુખ્‍ય માર્ગો પર કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સહીત મોટાભાગ ના ક્ષત્રિય સમાજ ના યુવાનો થી લઇ ને અગ્રણી ઓ પણ અહીં ઉપસ્‍થિત રભ હતા અને રેલી ની મેદની માં મોટી સંખ્‍યા માં લોકો જોડાયા હતા અહીં આ વર્ષે એતિહાસિક ભવ્‍ય સફળતા સાથે યુવાનો મોટી સંખ્‍યા માં જોડાયા હતા અને ક્ષત્રિયો ની પરમ્‍પરા મુજબ સાફા સાથે હથિયારો નું પૂજન કરી અશ્‍વ સાથે શહેર ભર માંરેલી કાઢી હતી અને ખુબ ઉત્‍સાહ પૂર્વક આ વર્ષે શસ્ત્ર પૂજન ની ઉજવણી કરવા માં આવી હતી જોકે અહીં દર વર્ષે આ કાર્યક્‍મ કરવા માં આવે છે પરંતુ આ વર્ષે ક્ષત્રિય સમાજ નો ઉત્‍સાહ અદભુત જોવા મળિયો હતો સાથે સાથે અન્‍ય જ્ઞાતિ ના લોકો પણ આ શક્‍તિ પદર્શનનિહાળવા ઉમટી પડ્‍યા હતા આવનારા દિવસો માં રાજુલા જાફરાબાદ પંથક માં કાઠી ક્ષત્રિય સમાજ નું સંગઠન વધુ મજબૂત થાય તેવી શક્‍યતા જોવા મળી રહી છે