Main Menu

અમરેલીમાં ગિરાસદાર રાજપુત સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્નમ યોજાયો

અમરેલી,અમરેલી હોટલ એન્‍જલમાં ગિરાસદાર રાજપુત સમાજ અમરેલી આયોજીત શસ્‍ત્રપુજન, વિદ્યાર્થી સન્‍માન, સ્‍નેહમિલન સમારોહનું આયોનજ કરવામાં આવેલ. સૌપ્રથમ શાસ્‍ત્રોક્‍ત વિધિથી શસ્‍ત્રપુજન કાયક્નમ યોજાયો હતો. કાર્યક્નમના અઘ્‍યક્ષ સ્‍થાને કિર્તીકુમારસિંહજી ગોહિલ લાઠી સ્‍ટેટ, ઉદ્દઠાટક પુર્વ એરમાર્શલ જનકકુમારસિંહજી ગોહિલ લાઠી સ્‍ટેટ, પુર્વ આઇ.પી.એસ.રઘુરાજસિંહજી ડી.ઝાલા, પ્રેરક ઉપસ્‍થિતિ લાઠી સ્‍ટેટ રાણી સાહેબા, ઉષાદેવીબા ગોહિલ, નાયક નિમ્‍બાલકર ઓફ ફલ્‍ટન મહારાષ્‍ટ્ર લાઠી સ્‍ટેટ પ્રિયાલક્ષ્મી રાજે, મુખ્‍ય મહેમાન ચુડા સ્‍ટેટ પુરનચંદ્રસિંહજી ઝાલા, સંયુક્‍તારાજે પુરનચંદ્રસિંહજી ઝાલા, રાઘવેન્‍દ્રસિંહજી ઝાલા, અતીથી વિશેષ સત્‍યજીતસિંહજી ગોહિલ, પ્રો.ડો.ગજેન્‍દ્રસિંહજી પી. જાડેજા, કિશોરસિંહજી એમ. ગોહિલ, નરેન્‍દ્રસિંહજી ઝાલા, નીલસિંહજી પી.ઝાલા, વનરાજસિંહજી જાડેજા, મહાવિરસિંહ પી.ગોહિલ ભાવનગર સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં કાર્યક્નમનું દિપપ્રાગટય કરવામાં આવેલ. આ પ્રસંગે એલ.કે.જી.થી ડિગ્રી, માસ્‍ટર ડિગ્રી સુધીના તેજસ્‍વી તારલાઓનું મોમેન્‍ટો અને સન્‍માનપત્ર આપી સન્‍માન કરવામાં આવેલ. સમારંભના દાતા પ્રિયાલક્ષ્મી રાજેનું વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવેલ. શામળદાસ આર્ટસ કોલેજ ભાવનગરના પ્રોફેસર ગજેન્‍દ્રસિંહજીએ જણાવ્‍યું હતુ કે શાસ્‍ત્ર અને શસ્‍ત્રના સમન્‍વયથી સકારાત્‍મક પ્રવૃતિથી કામ કરી સફળતા માટે લાયક બનવુ પડે છે. શાસ્‍ત્ર સમદારી આપે છે શસ્‍ત્ર ગોલ સુધી પહોચવાનુ કામ કરે છે. જનકકુમારસિંહજી ગોહિલે જણાવ્‍યું કે આપણા સમાજના તેજસ્‍વી તારલાઓની ટકાવારી જોઇને ખુશી વ્‍યક્‍ત કરી શુભકામના પાઠવી હતી. ઉદ્દઘાટક નિવૃત આઇ.પી.એસ. અધિકારી આર.ડી. ઝાલાએ જણાવ્‍યું હતુ કે સમય પ્રમાણે સગાજે પ્રગતીકરવી જરૂરી છે લાઠીએ તો સમાજના રત્‍નો પેદા કર્યા છે. જે સમાજ માટે ગૌરવરૂપ છે. અઘ્‍યક્ષ સ્‍થાનેથી કિર્તીકુમારસિંહજી ગોહિલે કાર્યક્નમના આયોજન બદલ આયોજકોનો આભાર વ્‍યક્‍ત કરી તેજસ્‍વી તારલાઓને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્નમનું સંચાલન પ્રો.ડો. બલભદ્રસિંહજી ચુડાસમા અને આભાર વિધિ ભગીરથસિંહ જાડેજાએ કરી હતી.