Main Menu

બગસરા પૂ. આપાગીગાની જગ્‍યામાં બાળાઓને લ્‍હાણી વિતરણ

બગસરા,
પૂ. આપાગીગા ગાદી મંદિરના સાનિઘ્‍યમાં પૂ. મહંત શ્રી જેરામ બાપુ ની નિશ્રામાં નવરાત્રી મહોત્‍સવ ની ઉજવણી કરાઇહતી. આ પ્રસંગ પ્રથમ લ્‍હાણી પૂ. જેરામ બાપુ ના હસ્‍તે તેમજ પૂ. ઘુસા ભગત, પૂ. રાજુ ભાઇ માંડવીયા, અનકાઇ ગુરૂ પરિવાર ના દિનેશભાઈ પારેખ, ચંદ્રહાસ ભાઇ બસિયા,વકીલશ્રી ધાંધિયા,વકીલશ્રી કિકાણી, ડો. સુમરા,ડો.સોરઠીયા,ડો.કાપડિયા,શ્રી શેખવા, ભગુબાપુ,એ.વી.રીબડીયા, તેજસભાઇ પટેલ,કાનજીભાઈ સાંગાણી, ચંદુભાઈ પંડ્‍યા, ભરત ભાઇ ભાલાળા તેમજ વિવિધ સંસ્‍થાઓના મહાનુભાવો ના દ્વારા વિતરણ કરવામાં આવ્‍યું.આ જગ્‍યા ના કોઠારી શ્રી હરીબાપુ તેમજ શ્રી ગીગેવ રાસ મંડળ ના સભ્‍યો તથા જગ્‍યા નો સેવક પરિવાર મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.આ મહોત્‍સવ નું સંચાલન કોટડીયા તથા જનક ભગતે કર્યુ હતું.