Main Menu

લીલીયા તાલુકાના સરપંચોની મીટિંગ બોલાવતા ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત

લીલીયા તાલુકાની મીટિંગ તાલુકા પંચાયત લીલીયા ખાતે ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા બોલવામાં આવી હતી અને આ મીટિંગમાં ગામડાના હાલના પ્રશ્ન સાંભળ્‍યાં હતા ખાસ સરપંચોની માંગ હતી કે હાલમાં થઈ રહેલા વિકાસના કામોમાં જે રેતીની જરૂરિયાત પડે છે તે માટે વિકાસનાકામ માટે રેતી ની પરમીશન માટે સરપંચો દ્વારા રજુઆત ધારાસભ્‍યશ્રી ને કરવામાં આવી અને લીલીયા તાલુકાના હાલમાં ગામડામાં પીવાના પાણી,લીલીયા તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરવા વગેરે મુદ્યા ની રજુઆત ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાતને કરેલ હતી અને ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાતે તમામ પ્રશ્ને નિરાકરણ કરવાની ખાતરી આપી હતી આ મીટિંગમાં ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત, તાલુકા વિકાસ અધિકારી,લીલીયા કૉંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીય, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ચોથાભાઈ કસોટીયા અને તમામ ગામના સરપંચો અને તાલુકાના આગેવાનો હાજર રભ હતા.


error: Content is protected !!