Main Menu

અમરેલી શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ

અમરેલી,
અમરેલીમાં એસપીશ્રી નિર્લીપ્‍ત રાયની સુચનાથી જીલ્‍લા ટ્રાફિક શાખાએ આજે શહેરના જાહેર માર્ગોમાં ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. અને ટ્રફિક નિયમન મો કામગીરીના ભાગરૂપે પત્રીકાઓનું વિતરણ કર્યુ હતુ. તેમજ ડ્રાઇવીંગ લાયસન્‍સ ન હોય વાહનોનો રજીસ્‍ટ્રેશનના કાગળો ડાર્કફીલ્‍મ લગાવી હોય તેવા વાહન ચાલકોને ગુલાબના ફુલ વિતરણ કરી ટ્રાફિક ઝુંબેશ સાથે નવતર રાહ ચિંઘ્‍યો હતો. તમારી સુરક્ષા પરિવારની રક્ષા સુત્રને સાર્થક કરવા યોજાયેલી ઝુંબેશને લોકોએ બીરદાવી હતી.