બૃહદ ગુજરાતી સમાજ દ્વારા બગસરાના વતની મુંબઇના લોક સાહિત્યકાર શ્રી સુનીલ સોનીને લોક સાહિત્ય અને સંગીત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ સન્માનના પ્રત્યુતરમાં પરજીયા સોની સમાજના ગૌરવ એવા શ્રી સુનિલ સોની (ધોરડા)એ જણાવેલ કે, ” મીત્રો આજે જયારે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા મને સદગુરુ કૃપા અને માતાપિતા ના આશીર્વાદ થી લોકસંગીત લોકસાહિત્ય માટે એવોર્ડ આપ્યો છે ત્યારે હું આ એવોર્ડ સાથે જોડાયેલા તમામ લોકો નો હ્ર્દય થી આભાર માનુ છું અને આ મારું નહિ પણ ગુજરાતી સાહિત્ય અને ભાષા નું સન્માન છે. દરેક ચાહક મિત્રો કલા ના કદરદાનો ભાવકો નો પણ ખુબ આભારી છું કે જેની ચાહના થી આ શક્ય છે. વિશેષ આનંદ થયો કે કાલે હું આ સમારંભ મા હાજર નો હતો એટલે આ એવોર્ડ મારા વતી મારા માં એ સ્વીકાર્યો હતો.