મુંબઈ ઉપનગર પરજીયા સોની સહકારી સોસાયટી (મુંબઈ સોની સમાજ) ના પ્રમુખ શ્રી વિજયભાઈ હંસરાજ સતીકુવર નું રવિવાર તા. 2/2/2025 ના દુ:ખદ અવસાન થયું છે. સમગ્ર વિશ્વ સ્તરે પરજીયા સોની સમાજ ના સંગઠન માં તેમનો અમૂલ્ય ફાળો હતો અને માત્ર મુંબઈ સમાંજ નહિ પરંતુ વિશ્વ ની દરેક સંસ્થા સાથે તેમના અતૂટ સભર સબંધો હતા અને સર્વે ને તેમના સરળ, મિલનસાર સ્વભાવ અને સમાજ પ્રત્યે ની ભાવના ની ખોટ પડશે.તેમ પટ્ટણી બ્રધરહુડ ના કારોબારી સભ્ય , મુંબઈ સમાજ ના દાતા અને પટ્ટણી વર્લ્ડ ના એડમીનશ્રી હિરેન વાયા પટ્ટણી વર્લ્ડએડમીન નૈરોબીએ જણાવયું છે.
મુંબઈ ઉપનગર પરજીયા પટ્ટણી સોની વાડી ” ના પ્રમુખ શ્રી સતિકુંવરના દુ:ખદ નિધનનાં સમાચારથી દુ:ખ તથા શોક ની લાગણી અનુભવાય છે. વિજયભાઈએ તન મન ધન થી સમાજ માટે જે કાર્યો કર્યા છે તે સમગ્ર વિશ્વમાં પટ્ટણી સમાજ માટે ઉદાહરણ રૂપ છે તેઓ વિશ્વભરમાં ફેલાયેલી સંસ્થાઓ સાથે મૈત્રી પૂર્ણ વ્યવહાર અને સૂઝબુઝ થી એક પુલ રૂપ બન્યા હતાં. બોરીવલી ની સંસ્થા માટેના તેમના અથાગ પ્રયત્નોથી આપણે સહુ વાકેફ છીએ એમની ખોટ પરિવારને, મુંબઈ સમાજને જ નહી પણ વિશ્વ ની દરેક પટ્ટણી સંસ્થા ને પડી છે. નૈરોબી પટ્ટણી બ્રધરહૂડ આ દુ:ખના સમયમાં હૃદય થી સહભાગી છે. તેમ જણાવી ટ્રસ્ટી ગણ, ચેરલેડી મધુ જેરામ તથા કમિટીના દરેક સભ્યો, પટ્ટણી બ્રધરહુડે શોક વ્યક્ત કર્યો હતો.
પ્રમુખશ્રી વિજયભાઈ સતીકુંવર ના દુ:ખદ અવસાન ના કારણે સમસ્ત મુંબઈ પરજીયા સોની સમાજ ઘેરા શોક ની લાગણી માં અસ્વસ્થ અને દિશાશૂન્ય થઈ ગયો છે. સ્વ. વિજયભાઈ સતિકુવર જેઓ ઘણા સમય થી મુંબઈ સોનીવાડી માં ટ્રસ્ટી મંડળ માં સેવા આપી રહ્યા હતા અને કારોબારી સમિતી માં ઘણા સમય થી પ્રમુખ રહીને નિસ્વાર્થ ભાવે સેવા આપી ને તેમજ પારદર્શી વહીવટ કરી ને સમાજ પ્રત્યે નું ૠણ અદા કર્યું છે. મહાજન સેવા ટ્રસ્ટ માં પણ સેવા આપી ને સમાજ ને પ્રગતિ ના પંથે લઈ જવાના સંનિષ્ઠ પ્રયાસો કરેલા છે. આવા સમાજલક્ષી અને સંસ્થાકીય અને અત્યંત મહત્વપૂર્ણ જવાબદારીઓ વાળા પદ ઉપર રહીને સમગ્ર કાર્યકાળ દરમિયાન કોઈ વાદ વિવાદ કે કોઈ ફરિયાદ નહીં , તમામ જ્ઞાતિજનો ના સાથ સહકાર સાથે લઈ ને તેમજ જ્ઞાતિ માં બનતા દરેક શુભ અશુભ પ્રસંગે હાજરી આપી ને સાચા સમાજસેવક ની ભૂમિકા નિભાવી છે. સમાજ સેવા નો ભેખ ધારણ કર્યો એટલે સેવા કરવી એવા નિર્ણય સાથે કર્મઠ વ્યક્તિ ની વસમી વિદાય થી સમાજ આઘાત ની લાગણી અનુભવે છે. તેમ શ્રી મલાડ મહાજન ગ્રુપે જણાવેલ છે.