અમરેલી,
મુળ બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની હેતલ ભગવાનભાઈ ચૌહાણ એડવોકેટને ભારત સરકાર દ્વારા નોટરી અંગેનું લાયસન્સ પ્રાપ્ત કરતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.શ્રી હેતલ ભગવાનભાઇ ચૌહાણ સને. 2012 થી વકીલાતનો ઉમદા વ્યવસાય શહેર અમદાવાદમાં સીટી સિવીલ કોર્ટ ભદ્ર, અમદાવાદ જિલ્લા અદાલત ફેમીલી કોર્ટ અમદાવાદ તથા ગુજરાતની જીલ્લા અદાલતોમાં કરીરહેલા અને તેઓને હાલ ભારત સરકાર દ્વારા નોટરી અંગેનું લાયસન્સ એનાયત કરવામાં આવેલ છે તેમની આ સિધ્ધીથી સમાજમાં (ચૌહાણ પરિવારમાં) ઉદાહરણરૂપે દાખલાથી સમાજની બહેન દિકરીઓ પણ ગૌરવ અનુભવે છે. તેમની આ સિધ્ધી સંદર્ભે તેમના વિચારો મુજબ સપના તો મારા હતા પરંતુ તેને દિશા આપનાર મારા માતા પિતાનો સહયોગ છે હસતા મોઢે તકલીફો સહન કરી અનુભવોના આધારે શુન્યથી શરૂઆત કરી છે જે ઇશ્ર્વરની કૃષ્પાથી મને સફળતા મળેલ.