ધારીનાં ધારગણીમાં લારી સહિતનું ટ્રેક્ટર ખાળીયામાં ખાબક્યું

અમરેલી,
ધારી ના ધારગણી ગામે તારીખ 03/02/2025 ના રોજ ખેડૂતનું લારી સહિત ટ્રેક્ટર ખાળીયામાં ખાબક્યું હતું. ધારગણી થી ઇંગોરાળા તરફ જવાને રસ્તે જેને ભગરાનો કેડો કહેવામાં આવે છે તે રસ્તા ઉપર ધારગણી ખેડૂત શ્રી અમુલખભાઈ ભીખાભાઈ ગજેરા ટ્રેકટર લઈને વાડી તરફ ખાતર ભરીને જતા હતા ત્યારે આશરે દસ સાડા દસ આસપાસ રસ્તામાં 20ફૂટ ઉંડી ખાઈમાં ટ્રેકટર ઉતરી જતાં ડ્રાઈવર નો કુદરતી બચાવ થયેલ છે. બનાવની વિગત અનુસાર ગયા વર્ષ થી રસ્તાનું નિર્માણ ગોકળ ગતિએ ચાલતું હોય અને અહીંના સ્થાનિક ખેડૂતોના દર્શાવ્યા પ્રમાણે રસ્તાનું કામ અને ગુણવત્તા ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગેલ છે.રસ્તામાં પુરાણ કરવાની જગ્યાએ અંદર જાડ ઝાંખરાં પુરી દેવામાં આવેલ જેથી રસ્તો પોચો બની ગયો હોવાથી અકસ્માત સર્જાયો છે . ખેડૂતોની વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ એક્શન ન લેવામાં આવતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમ ગૌરાંગ વાળાએ જણાવ્યું