લીલીયાનાં ખારા ગામે પુલ બનાવવા સાથે રૂપીયા 2 કરોડ 20 લાખની ગ્રાન્ટ ફાળવી

હાથીગઢ,

લીલીયાનાં ખારા ગામે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાનાં હસ્તે બે કરોડ વીસ લાખ રૂપિયાનાં ખર્ચે ખારા, ઢાંગલા અને ખારા, હાથીગઢ રોડ પર પુલ બનાવવાનાં કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જે પ્રસંગે કિશોરભાઇ ગરણીયા અને તેમની ટીમ હાજર રહ અતિસુંદર રીતે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવીને ધારાસભ્યશ્રી અને લીલીયા તાલુકાની હાજર રહેલી પુરી ટીમે ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો.