દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા ત્રણ માનવ જીંદગીનો આબાદ બચાવ કરતા પીઆઇ શ્રી વી.ડી.ગોહીલ

અમરેલી,

નરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પશ્ર્ચિમ કચ્છ ભુજમાં પોલિસ અને બીએસએફના જવાનોએ દરીયાઈ વિસ્તારમાં જીએસએલ કંપનીના ત્રણ કર્મચારીઓ કંપનીની મોટર બોટ લઈ કંપનીની દરીયાઈ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા માટે તા.31 બપોરે 11 વાગ્યા આસપાસ દરીયાઈ વિસ્તારમાં ગયેલ.અને દરીયામાં અચાનક પાણીનો પ્રવાહ વધતા કંપનીની બોટ દરીયામાં ફસાઈ ગયેલ.અને દરીયામાં બોટ ઉંધી પડી ગયેલ.તેથી ત્રણ કર્મચારી દરીયામાં ફસાઈ ગયેલ.અને તેનો સંપર્ક તુટી ગયેલ.ગત તા.1 ના રોજ જીએચસીએલ કંપનીએ નરા પોલિસ સ્ટેશનને જાણ કરતા એસ.પી.ને હકીકતથી વાકેફ કરેલ.અને તેમની સુચના મુજબ પોલિસ સ્ટાફ સાથે લખપત ગયેલ.ત્યાં બીએસએફ કંપનીને જાણ કરી અને બીએસએફના માણસો સાથે બીએસએફની બોટ દરીયાઈ વિસ્તારમાં કંપનીના માણસો ફસાયેલ છે. તે વિસ્તારમાં બીએસએફ કંપનીની બોટ દ્વારા સર્ચ ઓપરેશન કરી દરીયામાં ફસાયેલ કંપનીના ત્રણ માણસોને હેમખેમ દરીયામાં બહાર કાઢી પરત લાવી જીંદગી બચાવી હતી.આ કામગીરીમાં પી.એસ.આઈ .વી.ડી. ગોહિલ ,એ.એસ.આઈ. વિજયભાઈ પરાળીયા, પો.હે.કોન્સ.નરેશભાઈ ચૌધરી, શાંતિજી ચૌહાણ અને બી.એસ. એફ. સ્ટાફે ફરજ બજાવી હતી.