ધારી,
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોની વિનામુલ્યે સારવાર કરવામાં આવે છે. અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર.એમ.જોષી, જીલ્લા આર.સી.એચ.ઓ. અધિકારી ડો. અખિલેશ કુમાર સિંહ તથા ડો. રાધા કૃષ્ણન જાટ, ડો. એ.કે.સિંહ, ધારી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.સી.મકવાણા નાં માર્ગદર્શન તેમજ શાળા આરોગ્ય યુનિટ ના શ્રી એમ.કે, બગડા તથા શ્રી બી.કે.શનીશ્વરા તેમજ અમરેલી ડી.ઈ.આઈ.સી. વિભાગ નાં સહયોગ થી તાલુકા ડેડીકેટેડ આર.બી.એસ.કે. ટીમ ના મેડીકલ ઓફિસર ડો. વરૂણ દેવમુરારી, ડો. ફેની ચંદારાણા, એ.એન.એમ. અવની ટીલાવત દ્વારા ધારી તાલુકાના ભાડેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આંબરડી ગામનાં બાળકનાં હેલ્થ સ્ક્રીનીંગ દરમિયાન તપાસ માં બાળકને ઇચર્બા ફચજબેનચિ(પચયૈહચન) ખૈજોનચ ની તકલીફ જણાતા બાળકને રીફર કરવામાં આવેલ હતું. ત્યારબાદ ધારી તાલુકા ડેડીકેટેડ આર.બી.એસ.કે. ટીમ ના મેડીકલ ઓફિસર ડો. વરૂણ દેવમુરારી, ડો. ફેની ચંદારાણા, એ.એન.એમ. અવની ટીલાવત, ભાડેર પી.એચ.સી. મેડીકલ ઓફિસર ડો. નીરજ નિમાવત, ડો.એન.આર.ધડૂક, તાલુકા એચ.વી. રસિલાબેન રાદડીયા, મેલ સુપરવાઈઝર સુરેશભાઈ દાફડા, ફિમેલ સુપરવાઈઝર ઉષાબેન જોષી તેમજ આશા વર્કર કૈલાશબેન ખાણીયા, ગીતાબેન ડોબરીયા, આશા ફેસિલીટર મીનાક્ષીબેન ઠુમ્મર દ્વારા સંકલન કરી બાળકને સંદર્ભ કાર્ડ કઢાવી અમરેલી જિલ્લા શાળા આરોગ્ય વિભાગમાંથી વિનામૂલ્યે તાત્કાલિક મંજુરી કઢાવી બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં રીફર કરવામાં આવેલ.