અમરેલીની સવાસો વર્ષ જુની મીટરગેજને હેરિટેજ બનાવો

અમરેલી, જિલ્લા મથક એવા અમરેલી શહેરને અન્ય શહેરોની જેમ જ બ્રોડગેજ રેલવે લાઇન તો તાકીદે આપો જ પણ સાથે સાથે હીલ સ્ટેશનની જેમ જંગલમાંથી પસાર થતી અમરેલીની સવાસો વર્ષ જુની મીટરગેજ લાઇનને હેરિટેજ બનાવો જેનાથી જિલ્લામાં પર્યટન ઉદ્યોગનો વિકાસ થશે.
હાલમાં નવી બની રહેલી બ્રોડગેજ લાઇનનું કામ બંધ કરવામાં આવ્યું છે કારણ કે તેમાં જુની લાઇન વચ્ચે આવતી હોવાનો જવાબ અપાયો છે. નવી લાઇન બનાવવામાં જુની લાઇન બંધ કરવ પડે તેવી હાલત છે પણ આ અમરેલીથી જુનાગઢ,વેરાવળની જુની મીટરગેજ લાઇન જો નડતી હોય તો બાજુમાં નવો ટ્રેક બનાવો જોઇએ સરકાર પાસે નાણાની ખોટ નથી તે લોકો માટે જ છે અને તેના માટે જ વપરાવવા જોઇએ.અને જો રેલવે તંત્રને અને સરકારને કામ કરવું હોય તા જેમ જેતલસરથી વડીયા,ચિતલને બ્રોડગેજ લાઇન જે ઝડપે કરી તેવી ઝડપે અમરેલીની બ્રોડગેજનું કામ શા માટે નથી કરાતું ?તેવો સવાલ આમ આદમી કરી રહયો છે.અમરેલીના લેટરકાંડમાં ધારાસભ્ય સામે આક્ષેપો અને ત્યાર બાદ થયેલા ઘટનાક્રમમાં અમરેલીના “જાગૃત આગેવાનો’ આ મહત્વના મામલે કેમ ચુપ છે ? તેવો સવાલ અચુક થાય છે જો આવુ બળ અમરેલીના વિકાસ માટે થયું હોત તો અમરેલીમાં બ્રોડગેજ પાટા ઉપર રોજની વીસ ટ્રેનો દોડતી હોત અને અમરેલી જિલ્લામાંથી માઇગ્રેશન પણ થયું ન હોત.
અમરેલીને બ્રોડગેજ જયારે મળે ત્યારે પણ તેના માટે અમરેલીથી અમદાવાદની બંધ થઇ ગયેલ મીટરગેજ તો પાછી આપો તેવી મા્ંર પણ જનતા કરી રહી છે કારણ કે અમદાવાદથી આ ટ્રેનમાં વેપારીઓને અનુકુળતા હોય તેવો માલસામાન અને મુસાફરી થતી હતી.