અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં અઢાર વર્ષિય યુવાનનો 29 દિવસની સારવાર બાદ આબાદ બચાવ

અમરેલી,
શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતેથી મળેલ માહિતી મુજબકુંકાવાવતાલુકા ના લુણીધાર ગામના 18 વર્ષીય યુવક સંજયભાઈ ભુરીયાને ઝેરી દવાની અસર હેઠળ અત્યંત ગંભીરહાલતમાં અમરેલી ની શાંતાબા જનરલ હોસ્પિટલમાં 24 કલાક કાર્યરત ઇમરજન્સી વિભાગમાં લાવવામાંઆવ્યા હતા. તે તેમની હાલત અન્યંત ગંભીર હોવાથી મેડીસીન વિભાગના એમ.ડી. ફીઝીશીયન ડો. વિજય વાળા દ્વારા તેમને તાત્કાલિક ૈંભેં વિભાગમાં વેંટીલેટર પર દાખલ કરવામાં આવેલ હતા.આ સારવાર દરમ્યાન અચાનક ઝેરી દવાની અસર ના કરને તેમને શ્વાસને લગતી તકલીફ (છઇઘજી) થતા તેમને રેસ્પીરેટરી વિભાગના ફેફસાના ડો. હિમ પરીખ દ્વારા બ્રોન્કોસ્કોપીની સારવારને કફ કાઢવામાં આવ્યો હતો.શાંતાબા જનરલ હોસ્પીટલના નિષ્ણાંત ડોક્ટર અને ૈંભેં વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા આશરે એક મહિનાની સફળ મહેનતના અંતે દર્દીને નવજીવન મળતા દર્દી અને તેમના સગાવ્હાલાએ તમામનો આભાર માની અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.