ખાંભાનાં ખડાધાર પાસે બોલેરોએ ચાર અકસ્માત કર્યા : બે નાં મોત

અમરેલી,
ખાંભાના ખડાધાર ગામે ઉનાથી આવી રહેલ લાઠીનાં હરસુરપુર દેવળીયાનાં જતીન અશોકભાઇ જોષી નામનાં શખ્સે નશો કર્યા જેવી હાલતમાં પોતાની પીકઅપ બોલેરો થાંભલા સાથે અથડાવી હતી અને ત્યાંથી બગસરાનાં જાવેદભાઇ નામનાં કાર ચાલકની કાર ઉપર ચડાવી દીધી હતી અને ત્યાંથી ચા દેવા માટે આવેલા ખાંભાનાં રૂડાભાઇ સાતાભાઇ મેવાડાને હડફેટે લીધા હતાં ત્યાર બાદ આ બોલેરો ઉપર યમરાજ બેસી ગયા હોય તેમ બોલેરોએ સાવરકુંડલાનાં મઢડા ગામનાં હોન્ડા ચાલક કનુભાઇ વલકુભાઇ ગીડા અને તેની પાછળ બેસેલ ગોસ્વામી ભરતગીરી પ્રતાપગીરીને હડફેટે લેતા બંનેનાં સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતાં અને ચા દેવા આવેલ રૂડાભાઇને ગંભીર ઇજા કરતા ખાંભા દવાખાને ખસેડાયા છે. જ્યાથી તેમને અમરેલી ખસેડાયા છે. સદ્દનસીબે આ બોલેરો અન્ય જગ્યાએ અથડાઇ ઉભી રહી જતા વધ્ાુ અકસ્માતો અટક્યા હતાં.આ બનાવની કરૂણતા એ છે કે, મઢડા ગામનાં સાધ્ાુ ભરતગીરી ગોસાઇની દિકરીનાં તા.21 ફેબ્રુઆરીનાં લગ્ન હતા અને તે ગામનાં કનુભાઇ ગીડા સાથે કંકોત્રી દેવા માટે નિકળ્યાં હતાં.તેમના મૃત્યુનાં સમાચારથી લગ્નભર્યા ઘરમાં શોક છવાયો હતો અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ છે. ખડાધાર આઉટ પોસ્ટનાં એએસઆઇ શ્રી ડી.એમ.વાળાએ આ ઘટનાની જાણ થતા સ્થળ ઉપર દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.