અમરેલી,
અમરેલીનાં સાવરકુંડલા રોડ પર આવેલ શૈલેષભાઇ ડાભીનાં ચામુંડા ટ્રેકટર ગેરેજમાં બપોરે આગની ઘટના બની હતી તે અંગે અમરેલીના ફાયર કંટ્રોલરૂમને જાણ કરાતા ફાયર ઓફીસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમ બે ફાયર ટેન્કર સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને આ બનાવમાં સદનસીબે કોઇ પ્રકારની જાનહાની થવા પામેલ નથી. ફાયર ટીમમાં ૠત્વિકભાઈ ભીમાણી, પારસભાઈ પરમાર, કૃષ્ણભાઈ ઓળકિયા, સાગરભાઇ પુરોહિત, જગદીશભાઈ ભુરીયા, ધવલભાઇ ચાવડા સહિતના સ્ટાફે ફરજ બજાવી હતી.