અમરેલીનાં સરંભડાથી ચલાલા સુધીનો માર્ગ બિસ્માર

બાબાપુર,

અમરેલી તાલુકાના સરંભડાથી ચલાલા સુધીનો માર્ગ સાવ બિસ્માર બન્યો છે. માર્ગમાં ફુટ ફુટના ખાડા પડયા હોય તેમાં વાહન ચલાવવુ પણ મુશ્કેલ છે. અહીં સરંભડાથી ચલાલા સુધીના રસ્તામાં અનેક વાહનો પસાર થાય છે. છા આજ સુધી તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવતુ નથી. રોડને કારણે ગ્રામ્ય જનતા કાયમી મુશ્કેલી વેઠે છે. સરંભડા તેમજ ગોપાલગ્રામના લોકો પણ સારો રોડ બને તેવી માંગણી કરી રહયા છે. રોડ પ્રત્યે શું તકલીફ છે તે ગ્રામ્ય જનતાને સમજાતુ નથી ખાડાઓને કારણે દર્દીને લઇને એમ્બ્યુલન્સે નીકળવુ હોય તો પણ ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય. તેથી સરકાર અને જવાબદાર અધિકારીઓ સામે પણ ભારે રોષ પ્રવર્તે છે. કોઇ અકસ્મીક ગંભીર ઘટના બને તે પહેલા રોડનો પ્રશ્ર્ન ઉકેલવા આ વિસ્તારમાંથી લોકમાંગણી ઉઠી છે.