વૈશ્વિક સ્તરે જોબની બાબતો કઠિન બની રહી છે

અગાઉ અત્રે લખ્યા મુજબ આગ , અકસ્માત, શોર્ટ સર્કિટ આગની અફવા જેવી દુઃખદ ઘટનાઓ બની રહી છે અને સૂર્યના મકરમાં આવવા સાથે બીજી વખત અમેરિકાના પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પએ જોરદાર બેટિંગ શરુ કર્યું છે જે નિર્ણયો સમગ્ર વિશ્વ પર અસર કરનાર બને છે એ વચ્ચે અત્રે લખ્યા મુજબ શેરબજાર સ્થિર થઇ શકતું નથી અને મંદીની આહટ પણ સંભળાઈ રહી છે તો અગાઉ જે મુદ્દો વારંવાર ચર્ચામાં લીધો હતો એમ વૈશ્વિક સ્તરે જોબની બાબતો કઠિન બની રહી છે તો કોટામાં વિદ્યાર્થીઓ પર વધુને વધુ દબાણના લીધે આત્મહત્યાના બનાવો અટકતા નથી જે વિષે પણ અત્રે લાલબત્તી ધરી હતી એ સમગ્ર ઘટનાઓ વચ્ચે મંગળ નવા વાઇરસ અને બીમારીઓ સામે કેમ બચવું તે પ્રશ્ન પણ ખડા કરી રહ્યા છે અને વારંવાર વાતાવરણમાં પલટો પણ નોંધવામાં આવશે જયારે ચીન, રશિયા  અને અમેરિકાની બદલાતી નીતિઓ ક્યાંક કુનિતીના બની જાય તે પણ વિશ્વ માટે ચિંતાનો વિષય છે.સેનાપતિ મંગળ મહારાજ ૨૧ જાન્યુઆરીથી વક્રી ચાલે મિથુનમાં પ્રવેશી ચુક્યા છે જયારે વ્યાપાર વાણિજ્યના ગ્રહ બુધ મહારાજ ૨૪ જાન્યુઆરીના મકરમાં પ્રવેશ કરશે જે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સને આગળ તરફ લઇ જનાર છે જેના સારા નરસા બંને પરિણામો ધીમે ધીમે આપણી સામે આવી રહ્યા છે અને આગામી દિવસોમાં રોજગારી મોટો પડકાર સાબિત થશે અને વ્યાપારની નવી નીતિઓ સામે આવતી જોવા મળશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી